Western Times News

Gujarati News

ડિજીટલ માધ્યમથી ઉજવાય રહ્યું છે વિશ્વ સ્તનપાન સપ્તાહ

સાણંદ તાલુકા વિકાસ અધિકારીશ્રીએ ટેલિફોનિક સંવાદ સાધ્યો.

સમગ્ર વિશ્વમાં ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહને વિશ્વ સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે.આ આખા સપ્તાહ દરમિયાન નવી માતાઓ અને ગર્ભવતી મહિલાઓને બ્રેસ્ટફિડિંગ અને તેનાથી થતા ફાયદાઓ અંગે જાણકારી આપવામા આવે છે. અમદાવાદ જિલ્લા આઈસીડીએસ તરફથી જણાવવામાં આવ્યું છે કે સમગ્ર જિલ્લામાંથી ૩૫૪ જેટ્લી બહેનોને આ કાર્યક્રમ હેઠળ માર્ગદર્શન આપવામાં આવનાર છે.

જેના ભાગરૂપે જીલ્લાના સાણંદ તાલુકાના ૬૯ જેટલા બહેનોને આ કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. પ્રથમ દિવસે સાણંદ તાલુકા વિકાસ અધિકારીશ્રી તરફથી બહેનોને ટેલિફોન કરીને સંવાદ સાધવામાં આવ્યો હતો અને બાળ વિકાસ અને સ્તનપાનનું જીવનમાં શું મહત્ત્વ છે એ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત સાણંદ ઘટકના આંગણવાડી બહેનોના સહયોગથી સગર્ભા અને ધાત્રી માતાઓને વિડિયો કોલ કરીને જરુરી માહીતી પુરી પાડવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.