Western Times News

Gujarati News

ડિજીટલ માધ્યમમથી વિદ્યાર્થીઓ સુધી પહોચ્યું ભણતર

ધરમપુર તાલુકાના ખારવેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ અપનાવી ‘સ્ટરડી ફ્રોમ હોમ’ની નીતિ –

(આલેખન-વૈશાલી જે. પરમાર) માહિતી બ્યુરોઃ વલસાડઃ તા.૧૫ કોરોના વાઇરસને કારણે સર્જાયેલી મહામારીની વિકટ પરિસ્થિતિમાં શાળાઓમાં શિક્ષણ કાર્ય સંપુર્ણ રીતે બંધ છે. ત્યાનરે વિદ્યાર્થીઓના અભ્યાટસ માટે સતત ચિંતિત રહેતા વલસાડ જિલ્લાના શિક્ષણ વિભાગે ‘વર્ક ફ્રોમ હોમ’ની સાથે સાથે ‘સ્ટઓડી ફ્રોમ હોમ’ની નીતિ અપનાવી છે. ધરમપુર તાલુકાના ખારવેલ પ્રાથમિક શાળાના શિક્ષકાબહેન દ્વારા ઘરે રહી ધોરણ-૮ ના બાળકો માટે સ્ટપડી મટીરીયલ તૈયાર કરવામાં આવ્યું અને સ્માર્ટ ફોનની મદદથી વિદ્યાર્થીઓ સુધી પહોચાડવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓ ઘરે બેસીને અભ્યારસ કરી શકે તેવા આશયથી શિક્ષણકાર્ય રાબેતા મુજબ શરૂ ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને ભણતરમાં તકલીફ ન પડે તે માટે એક મજબુત શિક્ષણના પાયાની સાથે વિદ્યાર્થીઓ આગળ વધે આ હેતુસર વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખારવેલ પ્રાથમિક શાળાના શિક્ષકા બહેન હર્ષાબેન પરમાર દ્વારા જીએસઆરટીસી અને એસએસએના વિદ્યાર્થીઓ માટે અભ્યાનસનું સ્ટ્ડી મટીરીયલ તૈયાર કરવામાં આવ્યું છે.

શાળાના શિક્ષિકા બહેન હર્ષાબેન પરમાર દ્વારા રાજય સરકારની કોઇ ગાઇડલાઇન મળવાની રાહ જોયા વગર પોતાની આગવી સુઝબુઝથી શાળાના અન્ય શિક્ષકો સાથે મળી વિદ્યાર્થીઓ માટે વોટસએપ પર ગૃપ બનાવી દેવામાં આવ્યુંશ હતું. જેમાં વિદ્યાર્થીઓના વાલીઓને સામેલ કરવામાં આવ્યા હતા. હર્ષાબેન ધોરણ-૮-અ ના વર્ગ શિક્ષક છે. તેમના વર્ગમાં કુલ-૩૪ વિદ્યાર્થીઓ છે. પરંતુ તંદ્દન ગરીબ પરિવારો જેઓ પાસે માંડ બે ટંક ભોજન છે તેઓ પાસે સ્મારર્ટફોન કયાંથી હોય? ૧૮ જેટલા વિદ્યાર્થીઓના ઘરે સ્માજર્ટફોન ન હોવાના કારણે તેઓ આ ગૃપમાં જોડાઇ શકયા ન હતા. આવા વિદ્યાર્થીઓ સુધી મટીરીયલ કઇ રીતે પહોંચાડવું આ દુવિધામાં શાળાના અન્યડ શિક્ષકો આ પ્રયાસમાં જોડાયા.

શિક્ષકમિત્રો દ્વારા વિદ્યાર્થીઓના ગામના જાગૃત નાગરિકો તથા સગાવહાલાઓનો સંપર્ક કરવામાં આવ્યોદ. અને તેઓને આ બાબતની ગંભીરતા અંગે સમજુતી કેળવવામાં આવી. સારા કામમાં આવતી નિષ્ફ્ળતા સફળતાના શિખર સુધી પહોચવામાં મદદરૂપ પગથીયા સમાન હોય છે તેવી જ રીતે શિક્ષકોના પ્રયાસો ફળ્યાળ. વાંકલ ગામના જીવી ફળીયાના એક જાગૃત નાગરિક સુરેશભાઇ પટેલ પોતાના ફળીયાના આવા વિદ્યાર્થીઓની મદદ માટે આગળ આવ્યાવ. તેઓએ શિક્ષક બહેનને આ ગૃપમાં સામેલ કરવા કહયું અને પોતાના ફળીયાના આવા વિદ્યાર્થીઓ સુધી મટીરીયલ પહોંચાડવાની જવાબદારી પોતાના માથે લીધી. એક-એક પ્રશ્નની કડી ઉકેલતા ગયા અને આજે ૨૫ વિદ્યાથીઓ સુધી સીધી રીતે તથા અન્યા વિદ્યાર્થીઓ સુધી આડકતરી રીતે ભણતર બીજ પહોચાડી રહયા છે.

વિદ્યાર્થીઓને કલાસ રૂમની જેમ જ રોજ-બરોજ થોડુ થોડુ ભણતરનું મટીરીયલ પહોચાડવામાં આવે છે તથા શિક્ષિકાબેન દ્વારા રોજ આ બાબતની ખાતરી કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓ આ મટીરીયલના ઉપયોગથી ઘરે બેઠા ભણી રહયા છે. જે વિદ્યાર્થીઓને સમજવામાં તકલીફ પડે તેઓ સાથે શિક્ષિકાબેન જાતે ફોન કરી વધુ સમજુતી આપે છે. છતાં પણ વિદ્યાર્થીઓને ખ્યાતલ ન આવે તો તેના વાલીને સમજાવવામાં આવે છે. જેથી વાલીઓ બાળકોને સમજાવી શકે.

સમગ્ર દેશ જયારે ‘વર્ક ફ્રોમ હોમ’ અને ‘સ્ટ્ડી ફ્રોમ હોમ’ની નીતિ અપનાવી છે, ત્યા.રે વલસાડ જિલ્લાના નાનકડા ગામડાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેનું ઉત્તમ ઉદાહરણ બની ચુકયા છે. શિક્ષકો અને જાગૃત નાગરિકોની મદદથી આજે વિદ્યાર્થીઓ પોતાના ઘરે રહી કોરોના વાઇરસના સંક્રમણથી બચી રહયા છે અને સાથે સાથે શિક્ષણ પણ મેળવી રહયા છે. ડિજીટલાઇઝેશનના યુગમાં સ્મારર્ટ ફોનનો આનાથી સારો ઉપયોગ બીજો કયો હોઇ શકે?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.