ડિઝની+ હોટસ્ટાર મલ્ટીપ્લેક્સ બોલીવૂડ બ્લોકબસ્ટર ફિલ્મો સીધી જ રિલીઝ કરશે!
~ દિલ બેચારા સાથે શરૂઆત કરતાં લોન્ચ કરવામાં આવનારી અમુક બહુપ્રતિક્ષિત બ્લોકબસ્ટર ફિલ્મોમાં લક્ષ્મી બોમ્બ, ભુજ, સડક 2 અને ધ બિગ બુલ વગેરેનો સમાવેશ થાય છે! ~
~ ‘ફર્સ્ટ ડે ફર્સ્ટ શો કી હોમ ડિલિવરી 24મી જુલાઈ, 2020થી શરૂ થશે ~
મુંબઈ, ભારતમાં સફળતાથી લોન્ચ કર્યા પછી ડિઝની+ હોટસ્ટાર લાખ્ખો ભારતીયો ફિલ્મ જુએ છે તે પદ્ધતિમાં ડિઝની+ હોટસ્ટાર મલ્ટીપ્લેક્સના લોન્ચ સાથે ક્રાંતિ લાવી દેશે. રાષ્ટ્રમાં જીવન થાળે પડી રહ્યું છે ત્યારે ભારતની આ સૌથી વિશાળ વિડિયો સેવા બોલીવૂડની બ્લોકબસ્ટર્સનો જાદુ અને તેના સૌથી મોટા કલાકારોને દેશભરના લાખ્ખો સ્માર્ટફોન્સ પર સીધા જ લાવી રહી છે.
દેશભરના ચાહકો તેમના મનગમતા કલાકારોને જોવા અને નવી બોલીવૂડની બ્લોકબસ્ટર રિલીઝની ખુશી અને ભાવનાઓ પાછી લાવવા માટે ઉત્સુકતાથી વાટ જોઈ રહ્યા છે ત્યારે ડિઝની+ હોટસ્ટાર મલ્ટીપ્લેક્સ તેમને તે જ આપવા માટે વચનબદ્ધ છે.
24મી જુલાઈ, 2020થી આરંભ કરતાં બોલીવૂડના ચાહકો 2020ની 7 બહુપ્રતિક્ષિત ફિલ્મોનું પ્રસારણ જોઈ શકશે, જેમાં ભારતના અત્યંત વહાલા કલાકારો અક્ષય કુમાર અને કિયારા અડવાણીની લક્ષ્મી બોમ્બ, અજય દેવગન, સોનાક્ષી સિંહા અને સંજય દત્તની ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા, સ્વ. સુશાંતસિંહ રાજપૂત અને સંજના સાંઘી અને સૈફ અલી ખાનની દિલ બેચારા, સંજય દત્ત, આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર અને પૂજા ભટ્ટની સડક 2, અભિષેક બચ્ચનની ધ બિગ બુલ, વિદ્યુત જામવાલની ખુદા હાફિઝ, કુનાલ ખેમુ અને રસિકા દુગલની લૂટકેસ વગેરેનો સમાવેશ થાય છે.
- ખુદા હાફિઝ (અસલ ઘટનાથી પ્રેરિત રોમેન્ટિક એકશન થ્રિલર)માં વિદ્યુત જામવાલ, અન્નુ કપૂર, શિવલીકા ઓબેરોય, શિવ પંડિત અને આહાના કુમરા છે. ફિલ્મ લેખન અને દિગ્દર્શન ફારુક કબીરનું છે. નિર્માણ કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠક (પેનોરમા સ્ટુડિયોઝ ઈન્ટરનેશનલ)નું છે.
- લૂટકેસ (કોમેડી થ્રિલર)માં કુનાલ ખેમુ, રસિકા દુગલ, ગજરાજ રાવ, રણવીર શૌરી અને વિજય રાઝ છે. ફિલ્મ રાજેશ કૃષ્ણન દ્વારા દિગ્દર્શિત છે. લેખન રાજેશ કૃષ્ણન અને કપિલ સાવંતનું છે. નિર્માણ ફોક્સ સ્ટાર સ્ટુડિયોઝ અને સોડા ફિલ્મ્સનું છે.
ડિઝની +હોટસ્ટાર દુનિયાની શ્રેષ્ઠ વાર્તાઓને એક મંચ પર લાવીને ઉપભોક્તાઓને બેજોડ મનોરંજનનો અનુભવ આપે છે. ડિઝની +હોટસ્ટાર વીઆઈપીના વાર્ષિક લવાજન સાથે ઉપભોક્તાઓને નવી બ્લોકબસ્ટર ફિલ્મો (બાગી 3, અંગ્રેઝી મિડિયા), હિંદી, તમિળ અને તેલુગુમાં ડબ્ડ વૈશ્વિક શ્રેષ્ઠ ફિલ્મો અને શો, સુપર હીરો ફિલ્મો (અવેન્જર્સઃ એન્ડ ગેમ, આયર્નમેન), નવી એનિમેશન ફિલ્મો (ફ્રોઝન 2, ધ લાયન કિંગ), બાળકોનાં મનગમતાં પાત્રો (મિકી માઉઝ, ડોરાઈમોન), સાત ભાષામાં ખાસ હોટસ્ટાર સ્પેશિયલ્સ શો, જેમ કે અત્યંત લોકપ્રિય નીરજ પાંડેની સ્પેશિયલ ઓપ્સ અને હાલમાં રિલીઝ થયેલી આર્યા, અનલિમિટેડ લાઈવ સ્પોર્ટસ અને ઘણું બધું વર્ષમાં ફક્ત રૂ. 399માં મળે છે.