ડિઝલ વાહનોમાં વપરાતું યુરિયા બનાવવાનું કૌભાંડ ઝડપાયું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/04/Urea-khatar.jpg)
પ્રતિકાત્મક
બાતમીના આધારે એલસીબી રેડ કરી વધુ એક કૌભાંડ ઝડપી પાડ્યું અને મોટા પ્રમાણમાં સબસીડી યુક્ત યુરિયા ખાતર તેમજ લિÂક્વડ બનાવવાના સામગ્રી સહિતનો મુદ્દા માલ જપ્ત કર્યો
બનાસકાંઠા, બનાસકાંઠામાં LCB એ મોટી કાર્યવાહી કરતાં યુરિયા લિકવિડ બનાવવાનું કૌભાંડ ઝડપ્યું. અત્યારે નકલી, બનાવટી અને ડુપ્લીકેટની બોલબાલા છે. બનાસકાંઠા LCBએ મોટી કાર્યવાહી કરતાં વધુ એક બનાવટી કૌભાંડનો પર્દાફાશ કર્યો. દિયોદરના ડુચકવાડા ગામમાંથી વાહનમાં વપરાતું યુરિયા લિÂક્વડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું.સબસીડી યુક્ત યુરિયા ખાતરમાંથી ડુપ્લીકેટ યુરિયા લિÂક્વડ બનાવવામાં આવતું હતું.
ડુચકવાડા ગામની સીમમાં ખેડૂતના ખેતરમાં ડુપ્લીકેટ લિÂક્વડ બનાવવાની ફેક્ટરી ચાલતી હતી. બાતમીના આધારે એલસીબી રેડ કરી વધુ એક કૌભાંડ ઝડપી પાડ્યું. અને મોટા પ્રમાણમાં સબસીડી યુક્ત યુરિયા ખાતર તેમજ લિÂક્વડ બનાવવાના સામગ્રી સહિતનો મુદ્દા માલ જપ્ત કર્યો.એલસીબી દિયોદર પોલીસ મથકે મુદ્દા માલ લઈ જાય વધુ કાર્યવાહી હાથ ધરી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ખેડૂતે યુરિયા લિકવિડ બનાવવાનો પ્લાન્ટ ઊભો કર્યો હતો
તે જમીન ભાડા પટ્ટે અન્ય વ્યક્તિઓને આપી હતી. આ મામલે પોલીસે અંદાજે ૧ લાખ ૧૫ હજાર રૂપિયાનો મુદામાલ જપ્ત કરતાં વધુ તપાસ હાથ ધરી છે. ખેડૂત માલિક તેમજ ભાડા પટ્ટે આપનાર શખ્સોની પણ પોલીસ પ્રાથમિક પૂછપરછ કરશે. આ મામલે સબસીડી યુક્ત ખાતર ક્યાંથી લવાતું હતું અને ડુપ્લીકેટ લિÂક્વડ ક્યાં વેચાતું હતું સમગ્ર બાબતોની તપાસ કરાશે. પોલીસે દિયોદરના ડુચકવાડા ગામમાં ખેતરમાં બનાવેલ ફેક્ટરી સઘન તપાસ કરી શકમંદોની વધુ તપાસ હાથ ધરશે.