ડિમ્પી ગાંગુલીએ પરિવાર સાથે વસંત પંચમી ઉજવી
મુંબઈ: ૧૬મી ફેબ્રુઆરીએ દેશમાં સરસ્વતી પૂજા અથવા વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી. પીળા કલરના કપડા પહેરવાથી લઈને પીરસવામાં આવતા ભોજન સુધી, હિંદુ સમુદાય દ્વારા વસંત પંચમી ખૂબ જ આનંદ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે.
તહેવાર વસંત ઋતુની શરુઆતનો સંકેત આપે છે અને તે માતા સરસ્વતીની ઉપાસના દ્વારા ઉજવવામાં આવે છે. ટીવી પર્સનાલિટી અને બિગ બોસના કન્ટેસ્ટન્ટ રાહુલ મહાજનની એક્સ-પત્ની ડિમ્પી ગાંગુલીએ પણ દુબઈમાં પતિ રોહિત રોય અને દીકરા-દીકરી સાથે સરસ્વતી માતાની પૂજા કરી હતી. ડિમ્પીએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ઢગલો તસવીરો શેર કરી છે. જેમાં, દરેક વ્યક્તિ પીળા કલરના કપડામાં જાેવા મળી રહી છે.
ડિમ્પીએ પીળી સાડી અને ગુલાબી બ્લાઉઝ પહેર્યો છે. તેની નાનકડી દીકરીએ પણ લાઈટ યલ્લો સાડી પહેરી છે. જેમાં તે ક્યૂટ લાગી રહી છે. જ્યારે ડિમ્પીના દીકરાએ યલ્લો ઝભ્ભો-પાયજામો અને ઉપર દુપટ્ટો નાખ્યો છે. જ્યારે તેના પતિએ પણ પીળા કૂર્તો અને સફેદ પાયજામો પહેર્યો છે. જ્યારે બીજાે ફેમિલી ફોટો છે અને એક તસવીરમાં બધા પૂજા કરતાં જાેઈ શકાય છે.
આ સાથે ડિમ્પીએ લખ્યું છે કે, ‘તે વસંત જેવું લાગે છે ? ડિમ્પી ગાંગુલીએ અગાઉ ટેલિવિઝન રિયાલિટી શો ‘રાહુલ કી દુલ્હનિયા’માં રાહુલ મહાજન સાથે લગ્ન કર્યા હતા. જાે કે, તેના લગ્ન ટક્યા નહીં અને બંને ૨૦૧૫માં અલગ થઈ ગયા. બાદમાં ડિમ્પીએ ૨૦૧૫ના ડિસેમ્બર મહિનામાં રોહિત રોય સાથે લગ્ન કર્યા અને તેઓ બે બાળકોના માતા-પિતા પણ છે.