ડિરેક્ટર કબીર ખાન ફિલ્મોમાં મુઘલોના નિરૂપણથી ખુશ નથી
મુંબઈ, એક થા ટાઈગર અને બજરંગી ભાઈજાન જેવી સુપરહિટ ફિલ્મોના ડિરેક્ટર કબીર ખાન પોતાના એક નિવેદનને કારણે ચર્ચામાં છે. અફઘાનિસ્તાનની સ્થિતિ પર કાબુલ એક્સપ્રેસ જેવી ફિલ્મો બનાવી ચુકેલા કબીર ખાને એક ઈન્ટર્વ્યુમાં કહ્યું કે, મુઘલ અસલ રાષ્ટ્ર નિર્માતા છે. આટલુ જ નહીં, તેમણે ફિલ્મોમાં બોલિવૂડના નિરૂપણ અંગે પણ નારાજગી વ્યક્ત કરી છે. કબીર ખાન કહ્યું કે, મને આ વાત ઘણી પરેશાન કરે છે. દુર્ભાગ્યવશ માત્ર એક લોકપ્રિય ધારણાને કારણે આમ કરવામાં આવી રહ્યું છે. જાે કે કબીર ખાને જણાવ્યું , ફિલ્મમેકર્સ પોતાના વિષય પર ઘણું સંશોધન કરે છે અને એક ખાસ વાત પર ફોકસ કરે છે, માટે અલગ અલગ મત અને દ્રષ્ટિકોણ હોઈ શકે છે.
એક ઈન્ટર્વ્યુમાં કબીર ખાને કહ્યું કે, જાે તમે ફિલ્મોમાં મુઘલોને ખોટા દર્શાવવા માંગો છો તો પ્લીઝ પહેલા રિસર્ચ કરો અને કોઈ દ્રઢ પુરાવાને આધારે ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયા કરો. દર્શકોને વિશ્વાસ અપાવો કે આ સત્ય કેમ છે? તથ્યોને આધારે સાબિત કરો કે તે આખરે વિલન તરીકે કેમ દર્શાવવામાં આવ્યા છે. જાે તમે ઈતિહાસ વાંચશો તો સમજવું મુશ્કેલ સાબિત થશે કે આખરે તેમને વિલન કેમ દર્શાવવામાં આવે છે.
મને લાગે છે કે તે અસલ રાષ્ટ્ર નિર્માતા હતા અને માત્ર કહેવા ખાતર એમ ના દર્શાવવું જાેઈએ કે તેમણે લોકોનું ધર્મ પરિવર્તન કરાવ્યું, તેમણે આ કર્યું, તે કર્યું, તે હત્યારા હતા, વગેરે. તમે કયા આધારે આ વાત કરી રહ્યા છો? પ્લીઝ કોઈ ઐતિહાસિક પુરાવા આપો.કબીર ખાને આગળ જણાવ્યું કે, જે કહેવામાં આવી રહ્યું છે, જે લોકપ્રિય છે તે વિચાર સાથે આગળ ના વધો. આજના સમયમાં આ સૌથી સરળ કામ છે.
ભારતના ઈતિહાસમાં અલગ અલગ અવસરો પર મુઘલો તેમજ અન્ય મુસ્લિમ શાસકોને ખોટી રીતે દર્શાવવા એ દુખદ બાબત છે. હું આવી ફિલ્મોનું સન્માન નથી કરી શકતો. પરંતુ આ મારો વ્યક્તિગત વિચાર છે. હું એક મોટા દર્શક વર્ગ તરીકે વાત નથી કરી શકતો. ઉલ્લેખનીય છે કે બોલિવૂડમાં તાજેતરમાં બનેલી ફિલ્મે પદ્માવત, તાન્હાજી અને પાણીપતમાં મુઘલોને દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મની રિલીઝ વખતે પણ ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. તાન્હાજી રિલીઝ થઈ ત્યારે ફિલ્મમાં વિલન બનેલા સૈફ અલી ખાને પણ કહ્યુ હતું કે ફિલ્મમાં જે દર્શાવવામાં આવ્યું છે તે તમામ તથ્યો સાચા નથી.SSS