ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ ખરીદ્યું ૧૮ કરોડનું એપાર્ટમેન્ટ

મુંબઈ, આ વર્ષે રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી ફરી એકવખત ચર્ચામાં છે. કારણકે, હાલમાં જ એક રિપોર્ટમાં એવું જણાવાયું છે કે, ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ રૂપિયા ૧૮ કરોડની કિંમતનું એપાર્ટમેન્ટ ખરીદ્યું છે.
આ રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે, ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી અને તેની પત્ની પલ્લવી જાેશીએ ૧૮ કરોડની કિંમતનું નવું ઘર ખરીદ્યું છે. ત્યારે ધ કાશ્મીર ફાઈલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ ટિ્વટમાં કટાક્ષ કરતા લખ્યું કે, હું કોંગ્રેસના લોકો, આપિયાસ, બેરોજગાર બોલિવૂડિયાઓનો ખૂબ આભારી છું કે જેમણે મારા માટે નવું એપાર્ટમેન્ટ ખરીદ્યું છે અને તેમાં મોંઘું ફર્નિચર પણ કરાવ્યું છે.
મને આ ઘરનો સોફા પણ ખૂબ પસંદ આવ્યો છે જે ૧૦ જનપથમાંથી આવ્યો છે. તમામનો આભાર. સુપરહિટ બોલિવૂડ ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પોતાની અપકમિંગ એટલે કે આગામી ફિલ્મની જાહેરાત કરી છે. આ ફિલ્મનું નામ ધ વેક્સિન વૉર છે. ધ વેક્સિન વૉરની ગ્લોબલ રિલીઝ માટે ૧૫ ઓગસ્ટ, ૨૦૨૩ની ડેટ બુક કરવામાં આવી છે.
ધ વેક્સિન વૉર નામની આ ફિલ્મ હિન્દી, અંગ્રેજી, તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ, ભોજપુરી, પંજાબી, ગુજરાતી, મરાઠી અને બંગાળી સહિત ૧૦ કરતા વધારે ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. ધ વેક્સિન વૉરનું શૂટિંગ ૨૦૨૨માં શરૂ થશે.
વૈજ્ઞાનિકોએ કેટલી મહેનત કરીને વેક્સિન તૈયાર કરી તેની કહાણી ‘ધ વેક્સિન વૉર’ ફિલ્મમાં દર્શાવાશે. જેમાં ભારતીય વૈજ્ઞાનિકો અને સ્વદેશી વેક્સિનની વાત રજૂ કરાશે.
ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ ‘ધ વેક્સિન વૉર’ ફિલ્મ વિશે વાત કરતા જણાવ્યું કે, મેં વિચાર્યું કે વેક્સિનની કહાણી મોટા પડદે રજૂ કરવામાં આવે કે જેથી દરેક ભારતીય ભારત પર ગર્વ અનુભવે. ‘ધ વેક્સિન વૉર’ ભારતની પહેલી પ્યોર સાયન્સ ફિલ્મ હશે કે જે વિશે કોઈને જાણકારી નથી.SS1MS