“ડિલશેર પ્રીમિયર લીગ કન્ટેસ્ટ”માં એક ગ્રાહકે નવી કાર જીતી!
જયપુર, અગ્રણી ઇ-કોમર્સ કંપની ડિલશેરએ સપ્ટેમ્બરથી નવેમ્બર, 2020 દરમિયાન યોજાયેલી“ડિલશેર પ્રીમિયર લીગ 2020”નાં ભાગ્યશાળી વિજેતાઓની આજે જાહેરાત કરી હતી. બમ્પર પ્રાઇસ કેટેગરીમાં જયુપરના શ્રી મહેન્દ્ર સિંહે મારુતિ અલ્ટો જીતી હતી. બે મહિના સુધી ચાલેલી આ લીગ દરમિયાન ડિલશેરના હજારો ગ્રાહકોએ કેશબેક અને પાવર બેંક, ડિનર સેટ વગેરે જેવા વિવિધ ઇનામો મેળવ્યાં હતાં.
બમ્પર પ્રાઇસના વિજેતા શ્રી મહેન્દ્ર સિંહે કહ્યું હતું કે, “મેં ડિલશેર પર આકર્ષક ડિલ્સ જોઈ છે, જ્યાં બજારમાં સસ્તી કિંમતે ચીજવસ્તુઓની સાથે પોઇન્ટ્સ અને આકર્ષક ઇનામ પણ મળી જાય છે. એટલું જ નહીં મેં ડિલશેરની DPL કન્ટેસ્ટમાં ભાગ લઈને એક નવી કાર પણ જીતી છે. એટલે ડિલશેર કોરોનાકાળમાં પણ આપણા માટે વરદાનરૂપ બનીને આવી છે.”
અત્યારે ડિલશેર પર એના ગ્રાહકો માટે 15 જાન્યુઆરી, 2021 સુધી મહામેલા 2020 અંતર્ગત રોમાંચક ઓફર ચાલી રહી છે, જ્યાં બ્રાન્ડે 1 કાર, 2 સ્કૂટર, 3 ટેલીવિઝન જીતવાની ઓફર કરી છે અને રૂ. 1 કરોડનું સુનિશ્ચિત કેશ બેક આપી રહી છે.
ડિલશેર પ્રીમિયર લીગ (DPL)ગ્રાહકો માટે ઇન-એપ્લિકેશન કન્ટેસ્ટ હતી, જેમાં ગ્રાહકો રોમાંચક ગેમ્સમાં સહભાગી થઈને મિત્રો સાથે ડિલ શેર કરતા હતા.