Western Times News

Gujarati News

ડિવાઈડર સાથે કાર અથડાતા 4 મિત્રો ઈજાગ્રસ્ત,એકનું મોત

એકનું મોત અને ચાર ઈજાગ્રસ્ત

ડિવાઈડર સાથે અથડાયા બાદ પલટી મિત્રોની કાર

ગાંધીનગર, વાહન ડિવાઈડર સાથે અથડાયા બાદ થયેલા અકસ્માતમાં અત્યારસુધીમાં ઘણાના ભોગ લેવાયા છે. રવિવારે વહેલી સવારે રાજ્યના પાટનગરમાં સેક્ટર-૨૮ના બગીચા પાસે પણ આ જ કારને અકસ્માત નડતાં તેમાં સવાર એકનું મોત થયું હતું જ્યારે ચારને ઈજા પહોંચી હતી.

મૂળ ગાંધીનગરના માણસાના બિલોદરા ગામનો વતની પરંતુ હાલ પેથાપુર સ્થિત માસીના ઘરે રહેતો અને B.comના પહેલાનો વિદ્યાર્થી કુણાલ ઈન્દ્રસિંહ વાઘેલા શનિવારે રાતે ભાઈ સંગ્રામ દેસાઈ તેમજ અન્ય કેટલાક મિત્રોને મળ્યો હતો. બધાએ ભેગા થઈની બીજે દિવસે રવિવાર હોવાથી વહેલા દોડવા જવાનું નક્કી કર્યું હતું.

સવારે ૪.૪૫ની આસપાસ પાંચ મિત્રો ભેગા થયા હતા અને આઈ-૨૦ કારમાં બેસી ગાંધીનગર ગયા હતા. સૈયમ દેસાઈ નામનો મિત્ર કાર ચલાવી રહ્યો હતો જ્યારે કુણાલ, જીલ દેસાઈ તેમજ તીર્થ સિસોદીયા પાછળની સીટમાં તો સંગ્રામ ડ્રાઈવરની બાજુની સીટમાં બેઠો હતો. તે સમયે સેક્ટર ૨૮/૨૯ બસ સ્ટેન્ડ નજીક કટ રાસે ડિવાઈડર સાથે કાર અથડાઈ હતી.

સૈયમે કાર પરથી કાબૂ ગુમાવતાં તે રેલિંગની જાળી તોડીને અથડાઈ હતી. તમામને તરત જ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. સંગ્રામને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાથી ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. કુણાલની ફરિયાદના આધારે સેક્ટર-૨૧ની પોલીસને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મૂળ ગાંધીનગર જિલ્લાના છાલા નજીક માતાપુરા ગામનો વતની અને હાલ કેનેડામાં રહેતો રવિ રજાઓ પર અહીં આવ્યો હતો. જાે કે, તેને ક્યાં ખબર હતી કે તેની સાથે અઘટિત ઘટના બનવાની છે. શનિવારે રાતે તે બાલવા ગામમાં પ્રતિષ્ઠા મહોત્સવના ગરબા જાેવા માટે ગયો હતો. આ દરમિયાન ભૂખ લાગતા તે નાસ્તો કરવા બૂલેટ લઈને નીકળ્યો હતો.

બાલવા પાટિયા નજીક કાબૂ ગુમાવી દેતા રોડ સાઈડે અથડાયો હતો. વહેલીવારે રસ્તા પરથી પસાર થનારાં લોકોએ તેને ઢળી પડેલી હાલતમાં જાેયો હતો. જાે કે, ત્યાં સુધીમાં તેનું નિધન થઈ ગયું હતું.ગાંધીનગરમાં વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી, રજા હોવાથી પાંચ મિત્રોએ ભેગા થઈને દોડવા જવાનું નક્કી કર્યું હતું.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.