ડિવાઈન બર્ડસ હાઈસ્કુલના ટેરેસ પર ૧૦૦ ટકા દબાણ કરવામાં આવ્યુ
સુરતમાં થયેલી આગ દુર્ઘટનાના પગલે અમદાવાદ મ્યુ. કમિશ્નરે તમામ શાળા, હોસ્પિટલ, હોટલોના ટેરેસ પર થયેલ શેડ, પાર્ટીશન પ્રકારના દબાણો દુર કરવા આદેશ આપ્યો હતો. નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ આ મામલે સ્પસ્ટ નિર્દેષ કર્યા છે જેના પગલે મ્યુ. કોર્પો. દ્વારા કેટલીક શાળાઓ સામે કાર્યવાહી કરીને સંતોષ માનવામાં આવ્યો છે.
જ્યારે મણીનગર વોર્ડની શાળાઓ અને હોટેલોને આ નિયમોમાંથી જાણે બાકાત જ ર્ક્યા હોય તેવું લાગી રહ્યુ છે. મણિનગર વિસ્તારમાં હીરાભાઈ ટાવરની સામે આવેલી ડિવાઈન બર્ડસ હાઈસ્કુલના ટેરેસ પર ૧૦૦ ટકા દબાણ કરવામાં આવ્યુ છે જે તસવીરમાં સ્પસ્ટ નજરે પડે છે. મણિનગર વિસ્તારમાં જ જે. એલ. હાઈસ્કુલ, કુમકુમ હાઈસ્કુલ, બેસ્ટ હાઈસ્કુલ સહિતની અનેક સ્કુલોમાં આ પ્રકારના દબાણ તેમજ બાળકો માટેના યોગ્ય કેમ્પસ અને પાર્કિગનો અભાવ છે. તેમ છતાં દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગ તરફથી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.