ડિવોર્સના ૧૦ વર્ષ બાદ ફરી પરણવા જઈ રહી છે કનિકા
મુંબઇ, બેબી ડોલ સોન્ગ ફેમ કનિકા કપૂરના લગ્નને આડે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. કનિકા કપૂર અને બોયફ્રેન્ડ ગૌતમે ૨૦મી મેના રોજ સપ્તપદીના સાત વચન લેવાનું નક્કી કર્યું છે. થોડા દિવસ પહેલા જ કનિકા કપૂર ગૌતમ સાથે રિલેશનશિપમાં હોવાની અને તેને નવું નામ આપવાનું પ્લાનિંગ કરી રહી હોવાની માહિતી આપી હતી.
કનિકા કપૂરે લગ્નની ખરીદી શરૂ કરી દીધી છે. તે તેના ત્રણ બાળકો માટે પણ ઘણા નવા અને સ્ટાઈલિશ આઉટફિટ ખરીદી રહી છે. કનિકા કપૂરના આ બીજી વખતના લગ્ન છે, અગાઉ તેણે રાજ ચાંદોક સાથે લગ્ન કર્યા હતા. રાજ ચાંદોક NRI બિઝનેસમેન હતો. તેઓ ત્રણ બાળકોના માતા-પિતા છે.
પરંતુ વર્ષ ૨૦૧૧માં તેમની વચ્ચેના મતભેદો વધી ગયા હતા અને લગ્નજીવન પર પૂર્ણવિરામ મૂકવાનું તેમણે નક્કી કર્યું હતું. ૨૦૧૨માં તેઓ કાયદાકીય રીતે અલગ થયા હતા. રાજ ચાંદોકની જેમ, ગૌતમ પણ લંડન સ્થિત NRI છે. કનિકા કપૂર અને ગૌતમ છ મહિનાથી લગ્ન માટે વિચાર-વિમર્શ કરી રહી હતી. તેમના લગ્ન લંડનમાં યોજાવાના છે. જ્યારે કનિકા કપૂરનો સંપર્ક કર્યો ત્યારે તેણે ન્યૂઝને નકાર્યા નહોતા.
તેણે માત્ર ફોલ્ડેડ હેન્ડ્સ ઈમોજી મોકલ્યા હતા. કનિકા અને ગૌતમ એક વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ગૌતમ અને કનિકાની પહેલી મુલાકાત ક્યાં થઈ હતી તેની માહિતી હજી સામે નથી આવી. પરંતુ જાે તુક્કો લગાવવાનો હોય તો યુકેમાં કનિકાની મ્યૂઝિક ટૂર દરમિયાન બંને મળ્યા હશે તેમ કહી શકાય.
અગાઉ જ્યારે કનિકા કપૂર સાથે લગ્ન વિશે જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે કહ્યું હતું કે ‘મારા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર અપડેટ ચેક કરતા રહેજાે. મેં યુએસના હ્યુસ્ટન, જર્સી અને વોશિંગ્ટનમાં ત્રણ સફળ ટૂર પૂરી કરી છે’. લગ્નના પ્રશ્નનું પુનરાવર્તન કરતા તેણે ‘માફ કરજાે તે મુદ્દે કોઈ ટિપ્પણી નહીં કરું’ તેવો જવાબ આપ્યો હતો.SSS