ડિવોર્સી મહિલાને શરીર સંબંધ બાંધવા બોલાવી પ્રેમી દ્વારા હત્યા

Files Photo
ભાવનગર: સિદસર-વરતેજ રોડ પર નાળા નજીક તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાયેલી હાલતે બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. બાદ પોલીસને મળેલી ગુપ્ત માહિતીના પગલે શહેરના વાઘાવાડીરોડ પર આવેલ એક એપાર્ટમેન્ટના બીજા માળના ફલેટમાંથી ગોદડામાં બાંધેલી હાલતે હત્યા કરાયેલ મહિલાનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. આ અંગે હાથ ધરેલી પ્રાથમિક તપાસ દરમ્યાન મૃતક બાળક અને મહિલા માતા -પુત્ર હોવાનું અને બન્નેની હત્યા એક જ શખ્સે કર્યાનું ખુલ્યું હતું. જેમાં આ મૃતક બંને માતા-પુત્ર હોવાનું અને ડિવોર્સી મહિલા જનકલ્યાણ ફ્લેટમાં રહેતા હેમલ શાહ નામના યુવક સાથે શારીરિક સંબંધ બાંધવા ગઈ હોય ત્યારે આ ઘટનાને અંજામ હેમલ શાહે જ આપ્યાનું જણાવ્યું હતું.
ભાવનગર નજીકના સિદસર-વરતેજરોડ પર નાળા નજીક અવાવરું જગ્યા પરથી ક્રુરતાપૂર્વક તિક્ષ્ણ હથિયારના અસંખ્ય ઘા ઝીંકી હત્યા કરાયેલી હાલતમાં ૧૦ વર્ષીય બાળકનો મૃતદેહ મળી આવતા એલસીબી અને વરતેજ પોલીસે દોડી જઈ મૃતદેહનો કબ્જાે લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. જે બાદ બાળકની ઓળખવિધિ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. બપોરના સમયે બાળકનો મૃતદેહ મળી આવ્યાની ઘટના બાદ સાંજના સમયે પોલીસને મળેલી ગુપ્ત માહિતીના પગલે શહેરના વાઘાવાડી રોડ, પરિમલ ચોક નજીક આવેલ પ્લોટ નંબર-૮ માં જનકલ્યાણ હાઉસીંગ સોસાયટી નામના એપાર્ટમેન્ટનાં ફલેટમાંથી તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી ગોદડામાં બાંધેલી હાલતે મહિલાનો મૃતદેહ મળી આવતા મૃતદેહનો કબ્જાે લઈ તપાસ હાથ ધરી હતી.
જેમાં મૃતક મહિલા મુળ સિહોરની અને હાલ ભાંગલી ગેટ વિસ્તારમાં રહેતી અંકિતાબેન પ્રકાશભાઈ જાેષી (ઉં.વ.૨૮) હોવાનું ખુલતા પોલીસે નેત્રના સહારે આદરેલી તપાસમાં સિદસર-વરતેજ રોડ પરથી હત્યા કરાયેલી હાલતે મૃત હાલતે મળી આવેલ બાળક અને અંકિતાબેન માતા-પુત્ર હોવાનું તેમજ બન્નેની હત્યા એકજ પ્રકારે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મૃતદેહને બાંધી દીધાનું ખુલ્લા બાદ વધુ તપાસમાં બન્નેની હત્યામાં એક જ શખ્સ સંડોવાયેલો હોવાનું ખુલ્યું હતુ. પોલીસે ગણતરીના સમયમાં જ અંકિતાબેન પ્રકાશભાઈ જાેષી અને સિદસર-વરતેજ રોડ પરથી મળી આવેલ બાળકની હત્યાના મામલે એક શખ્સને ઉપાડી લઈ તેને નજરકેદ કરી લીધો હતો.