ડિવોર્સ થયા બાદ એકલવાયું જીવન જીવે છે રિદ્ધિ ડોગરા
મુંબઈ: એક્ટ્રેસ રિદ્ધિ ડોગરાને લાગે છે કે, ૨૦૧૯માં એક્ટર-પતિ રાકેશ બાપત પાસેથી લીધેલા ડિવોર્સે તેને મહામારી દરમિયાન એકલા રહેવા માટે તૈયાર કરી હતી. એક ઈન્ટરવ્યૂમાં એક્ટ્રેસે પોતાની એકલતા, મહામારીમાં જીવન અને ગર્લ ગેંગ સાથે ચિલ આઉટ કરવા વિશે વાત કરી હતી. વર્ષ ૨૦૧૯માં જ્યારે મેં ડિવોર્સ લીધા ત્યારે, મારે જીવનમાં પહેલીવાર એકલા રહેતા શીખવું પડ્યું.
હું અગાઉ એકલી રહી નથી. લગ્નને બાજુમાં રાખીએ તો, હું હંમેશા ફ્રેન્ડ્સથી ઘેરાયેલી રહી છું અને મારા પાલતુ શ્વાન મને કંપની આપતા આવ્યા છે. ડિવોર્સ બાદ ઘરમાં મેં મારી જાતને એકલી જાેઈ. મારો ભાઈ બિલ્ડિંગના નીચલા માળે રહે છે અને મારા ભત્રીજી-ભત્રીજાઓ આવતા-જતા રહે છે. તેથી, ટેકનિકલી જ્યારે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું
ત્યારે તેનો સામનો કરવા માટે હું તૈયાર હતી. આપણે તમામે ન્યૂ નોર્મલમાં જીવન જીવતા શીખવું પડ્યું. મારા દિલમાં કૃતજ્ઞતા હતી અને હું સ્થિતિ સારી થઈ જાય તેવી પ્રાર્થના સતત કરતી હતી. આ બધી બાબતે મને મારી જાત સાથે હેલ્ધી રિલેશનશિપમાં રહેતા શીખવ્યું.