ડિસઇન્વેસ્ટમેન્ટથી હજુ સુધી માત્ર ૧૭૦૦૦ કરોડ મળ્યા છે
નવીદિલ્હી, સરકારે એર ઇન્ડિયામાં ૧૦૦ ટકા હિસ્સેદારી વેચવાનો નિર્ણય કર્યો છે. ૧૭મી માર્ચના દિવસે કંપનીમાં રસ ધરાવનાર લોકો પોતાની બોલી જમા કરી શકે છે. અર્થતંત્રની સુસ્ત સ્થિતિ વચ્ચે ટેક્સ વસુલાતમાં પણ ટાર્ગેટમાં ઘટાડો રહેવાના સંકેત છે. ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટમાં પણ ઘટાડો થયો છે. સરકારે મૂડીરોકાણ અને ડિસઇન્વેસ્ટમેન્ટને લઇને બજેટમાં કોઇ મોટી જાહેરાત કરી શકે છે.
હજુ સુધી ૧૭૦૦૦ કરોડ રૂપિયાની રકમ જ ડિસઇન્વેસ્ટમેન્ટ મારફતે એકત્રિત કરવામાં આવી છે. સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટ મારફતે એક લાખ ૫૦૦૦ કરોડ રૂપિયા એકત્રિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. બીપીસીએલ અને કોનકોરમાં ડિસઇન્વેસ્ટમેન્ટની શક્યતા આ વર્ષે દેખાઈ રહી છે. એર ઇન્ડિયાની બોલી મંગાવી લેવામાં આવી છે. સરકાર પાંચ મોટી કંપનીઓમાં હિસ્સો વેચવા માટે ઇચ્છુક છે.
મોદી સરકાર છ વર્ષોમાં અનેક કંપનીઓમાં ડિસઇન્વેસ્ટમેન્ટ કરી ચુકી છે જેમાં નેશનલ ફર્ટિલાઇઝર લિમિટેડ, શેઇલ, નાલ્કો લિમિટેડ, એનએમટીસી, કોલ ઇÂન્ડયા લિમિટેડ, એનટીપીસી, હિન્દુસ્તાન કોપર લિમિટેડ, રુરલ ઇલેક્ટ્રીફિકેશન કોર્પોરેશન, પાવર ફાઈનાન્સ કોર્પોરેશન, કન્ટેઇનર કોર્પોરેશન ઓફ ઇÂન્ડયા, ઇÂન્ડયન ઓઇલ કોર્પોરેશન, એÂન્જનિયર્સ ઇÂન્ડયા લિમિટેડ, ડ્રેઝિંગ ઇÂન્ડયા લિમિટેડમાં હિસ્સેદારી વેચવામાં આવી છે.
મોદી સરકાર છ વર્ષમાં જુદી જુદી કંપનીઓમાં હિસ્સેદારી વેચી છે અને હિસ્સેદારી ડિસઇન્વેસ્ટમેન્ટ બાદ ઘટાડવામાં આવી છે. હજુ પણ સરકાર પાસે આ તમામ મોટી કંપનીઓમાં મોટાભાગની હિસ્સેદારી તેની પાસે રહેલી છે. પાંચથી ૧૦ ટકા વચ્ચેની હિસ્સેદારી જ વેચવામાં આવી છે.