ડિસેમ્બરના અંત સુધમાં કોરોના રસીકરણનું કામ શરૂ કરી દઇશું: બ્રિડેન
વોશિગ્ટન, અમેરિકાના નવા નિર્વાચિત રાષ્ટ્રપતિ જાે બ્રિડેનને કોરોનાની રસીને લઇને નવી માહિતી આપી છે. તેમણે કહ્યું કે તાજેતરમાં એક રસી વિકસિત કરવામાં સારા પરિણામ આવ્યા છે અને તેમાંથી રસીના અસાધરણ રીતે પ્રભાવ જોવા મળ્યા છે. તેમણે કહ્યું કે ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીની શરૂઆતમાં રસીકરણનું કામ શરૂ થઇ જશે.આ સાથે જ કહ્યું કે આપણે સમગ્ર દેશને તાકિદે રસી આપવા માટે એક વિતરણ યોજના બનાવવાની જરૂરત છે.જે અમે કરીશું પરંતુ તેમાં સમય લાગશે તેમણે કહ્યું કે આશા રાખવામાં આવી રહી છે કે ડિસેમ્બર મહિનાના અંતમાં અમેરિકામાં કોેરોના વેકસીન આપવાની શરૂઆત કરી દેવાશે.
દેશ અને દુનિયામાં કોરોના માથુ ઉચકી રહ્યો છે ત્યારે એક દિવસમાં વિશ્વમાં કોરોનાના નવા છ લાખ ૫ હજાર ૫૬૮ કેસ નોંધાયા છે વિશ્વમાં કોરોનાથી એક દિવસમાં ૧૧ હજાર ૯૮૧ લોકોના મૃત્યુ થયા હોવાની જાણકારી મળી છે. વિશ્વમાં અત્યાર સુધી કોરોનાથી ૧૪ સાથ ૨૫ હજાર ૮૪૩ લોકોના મૃત્યુ થઇ ચુકયા છે હાલમાં વિશ્વસમાં કોરોનાના એકટીલ કેસ ૧ કરોડ ૭૨ લાખ ૫૭ હજાર ૫૪૭ છે તો આ સાથે વિશ્વમાં કોરોનાના કુલ કેસ ૬ કરોડ ૭ સાખ ૧ હજાર ૧૩ પહોંચ્યા છે.વિશ્વમાં કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓની કુલ સંખ્યા ૪ કરોડ ૨૦ લાખ ૧૭ હજાર ૭૦૪ને પાર કરી ચુકી છે.HS