ડિસેમ્બરના અંત સુધીમાં વેક્સિન બધાને પ્રાપ્ત થઇ જશે : નડ્ડા

જયપુર: ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, કોરોનાવાયરસની રસી ડિસેમ્બર સુધીમાં દેશમાં બધા માટે ઉપલબ્ધ થઈ જશે. તેમણે રોગચાળા સમયે કોંગ્રેસ પર અરાજકતા ફેલાવવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસ ભ્રમ ફેલાવે છે.નડ્ડા ભાજપના પ્રદેશ પ્રમુખ સતીશ પૂનીયા અને રાજ્યના પક્ષના સાંસદો સાથે વર્ચ્યુઅલ વાતચીતમાં રાજસ્થાનની કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા હતા.
નડ્ડાએ જણાવ્યું કે, વડાપ્રધાને માર્ચમાં જ રાજ્યોના મુખ્યપ્રધાનોને ચેતવણી આપી હતી. તેમને કોરોનાવાયરસની બીજી તરંગ માટે તૈયાર રહેવા કહ્યું હતું.ભારતે માત્ર નવ મહિનામાં પહેલીવાર બે સ્વદેશી રસી વિકસાવી છે. જે અત્યાર સુધીમાં ૧૮ કરોડ ભારતીયોને આપવામાં આવી છે.
ડિસેમ્બરના અંત સુધીમાં આ રસી બધાને મળી રહેશે અને તેનું કેલેન્ડર પણ નક્કી કરવામાં આવ્યું છે.” નડ્ડાએ જણાવ્યું કે, કેન્દ્રની મોદી સરકારે તમામ રાજ્યોમાં ઓક્સિજન અને દવાઓની ઉપલબ્ધતા અને સપ્લાયની ખાતરી આપી છે. કોંગ્રેસનો અસલી ચહેરો તેની ટૂલ કીટ જાહેર થયા પછી ખુલ્લો પડી ગયો છે. કોંગ્રેસ દેશમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહીરોગચાળા સમયે પણ કોંગ્રેસ દેશમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે.
લોકોમાં મૂંઝવણ ફેલાવીને લોકોના મનોબળને નાશ કરવાનું કામ કરી રહી છે. એમ તેમણે આક્ષેપ કર્યો હતો. પૂનિયા ઉપરાંત કેન્દ્રીય પ્રધાનો અર્જુનરામ મેઘવાલ, ગજેન્દ્રસિંહ શેખાવત, કૈલાસ ચૌધરી, સાંસદ પી. પી. ચૌધરી, નરેન્દ્ર કુમાર, મનોજ રાજાેરીયા, જસકૌર મીના, સ્વામી સુમેધાનંદ અને રણજીતા કોળી બેઠકમાં જાેડાયા હતા.