Western Times News

Gujarati News

ડિસેમ્બરમાં કોરોનાની બીજી લહેરનો સામનો કરવો પડશે

Files Photo

અમદાવાદ: શહેરીજનો જો સામાન્ય હાઈજીનનું પાલન અને માસ્ક પહેરવાની ઉપેક્ષા કરશે તો નવેમ્બરના અંત સુધીમાં અથવા ડિસેમ્બરની શરૂઆતમાં અમદાવાદ શહેરને કોવિડ-૧૯ની બીજી લહેરનો સામનો કરવો પડી શકે છે. આંબાવાડી, બોપલ, બોડકદેવ, સરખેજ અને સુભાષ બ્રિજ જેવા વિસ્તારો સપ્ટેમ્બર મહિનામાં લોકડાઉન હળવું કરાયા બાદ કોવિડ હોટસ્પોટ તરીકે ઉભરી રહ્યા છે. કોવિડ-૧૯ વાયરસ કેવી રીતે લોકોને ખતરામાં મૂકે છે,

તેનો અંદાજો લગાવવા માટે આરોગ્યુ સેતુના ડેટા પર નજર નાખવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, ઉત્તર-પશ્ચિમ ઝોનના બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા અને ગોતા જેવા વિસ્તારોમાંથી ૧ જૂનના રોજ ૧૩,૭૫૫ લોકો એવા મળી આવ્યા હતા, જેઓ કોરોના સંક્રમિતના સંપર્કમાં આવ્યા હતા અથવા તેમનામાં લક્ષણો દેખાઈ રહ્યા હતા. ૧૫ દિવસની અંદર જે લોકો કોવિડ-૧૯ પોઝિટિવના સંપર્કમાં આવ્યા હતા તેમની સંખ્યા વધીને ૧.૯૦ લાખે પહોંચી ગઈ હતી.

પછીના ૧૫ દિવસમાં, જુલાઈના પહેલા અઠવાડિયા સુધીમાં આ સંખ્યા ઘટીને ૧.૦૬ લાખ થઈ ગઈ હતી. ૩ સપ્ટેમ્બર સુધી કોરોનાનું જોખમ ધરાવતા લોકોની સંખ્યા ૭૧,૦૦૦થી ૭૩,૦૦૦ વચ્ચે હતી. ૧૩ સપ્ટેમ્બરથી ૨૯ સપ્ટેમ્બરની વચ્ચે આ વિસ્તારોમાં કેસમાં ૮૬ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

તેનાથી વિપરીત, સેન્ટ્રલ ઝોનમાં ૧૫ જૂન સુધીમાં કોવિડ-૧૯ પોઝિટિવના સંપર્કમાં આવેલા લોકોની સંખ્યા ૩.૬૧ લાખ હતી. જો કે, કડક પગલાના કારણે આ સંખ્યા ઘટીને ૪૭,૦૦૦ થઈ ગઈ. સપ્ટેમ્બરથી મધ્ય ઓક્ટોબરની વચ્ચે શહેરના પશ્ચિમ વિસ્તારમાં લગભગ ૫૦ ટકા કોરોનાના કેસ સામે આવ્યા હતા. જેમાં પાલડી, વાસણા, નારણપુરા, વાડજ, ચાંદલોડીયા, ગોતા, બોપલ, બોડકદેવ, સરખેજ અને મકતમપુરનો સમાવેશ થાય છે,

તેમ અમદાવાદ મહાનગરપાલિકાના એક વરિષ્ઠ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. આરોગ્ય સેતુ વપરાશકર્તાઓની માહિતી ત્યારે જ નોંધે છે જ્યારે રજિસ્ટર્ડ ડિવાઈસના માલિકોમાંથી કોઈ પણ કોવિડ-૧૯ પોઝિટિવ આવે છે. એપ્લિકેશન પછી તે બધા જોખમકારક રજિસ્ટર્ડ થયેલ ડિવાઈસને શોધી કાઢે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.