Western Times News

Gujarati News

ડિસેમ્બર મહીના કરતા પણ વધુ ઠંડી જાન્યુઆરીમાં પડશે

નવીદિલ્હી, દિલ્હી એનસીઆરમાં ઠંડીનો કહેર જારી છે ગત એક અઠવાડીયાથી નાગરિકો ભારે ઠંડીનો સામનો કરી રહ્યાં છે જા કે આજે ન્યુનતમ તાપમાનમાં ધટાડો નોંધાયો છે. જો કે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી મહીને પણ ઠંડીમાં રાહત મળનાર નથી વિભાગના જણાવ્યા અનુસાર ૬ જાન્યુઆરીએ હવા ફરીથી ઉત્તર પશ્ચિમી થઇ જશે બર્ફીલી હવાથી બીજીવાર શીતલહેર ચાલશે તડકો અને હવાની ગરમથી અધિકતમ અને ન્યુનતમ તાપમાનમાં વધારો થશે.

પ્રાદેશિક મૌસમ વિજ્ઞાન કેન્દ્ર દિલ્હીના પ્રમુખ કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આગામી થોડા દિવસોમાં ઠંડીથી રાહત મળે તેવી સંભાવના નથી તેમણે કહ્યું કે સતત શીતલહેર ચાલવાના મામલામાં પણ દિલ્હીમાં ૧૧૯ વર્ષનો રેકોર્ડ તુટી ગયો છે આ પહેલા ડિસેમ્બર ૧૯૯૭માં ૧૭ દિવસ સુધી શીત લહેર ચાલી હતી જ્યારે આ વખતે ૧૮ દિવસ થઇ ચુકયા છે. ૧૯૧૯,૧૯૨૯,૧૯૬૧ અને ૧૯૯૭માં દિલ્હીનો ડિસેમ્બર મહીનો સરેરાશ અધિકતમ તાપમાન ૨૦ ડિગ્રીથી ઓછુ હતું આ વર્ષ ૩૦ ડિસેમ્બર સુધી તે ૧૮.૫૭ ડિગ્રી રહ્યું આવામાં ૧૯૦૧ બાદ આ બીજા સૌથી ઠંડો ડિસેમ્બર બની ગયો છે. ડિસેમ્બર ૧૯૦૧માં સરેરાશ અધિકતમ તાપમાન ૧૭.૩ ડિગ્રી હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.