ડિસેમ્બર ૨૦૨૦ બાદ પ્રથમ વખત બિટકોઈન ૨૫૦૦૦ ડોલર નીચે
ઈન્ટ્રાડેમાં બિટકોઈનમાં ૧૧%થી વધુના ઘટાડે ૨૪,૮૦૦નું લેવલ હતું, જે ડિસેમ્બર-૨૦ બાદનું સૌથી નીચલું સ્તર છે
નવી દિલ્હી, ક્રિપ્ટો કિંગ તરીકે ઓળખાતા બિટકોઈનના ભાવમાં સોમવારના શરૂઆતી સત્રમાં ભારે તારાજી સર્જાઈ છે. બિટકોઈનનો ભાવ ડિસેમ્બર, ૨૦૨૦ બાદ પ્રથમ વખત ૨૫,૦૦૦ ડોલરની નીચે ગગડ્યો છે. ભારતીય સમયાનુસાર સોમવારે સવારે ૯ કલાકે બિટકોઈન ૯%ના કડાકે ૨૫,૨૦૦ ડોલરની આસપાસ કામકાજ કરી રહ્યો છે.
જાેકે ઈન્ટ્રાડેમાં બિટકોઈનમાં ૧૧%થી વધુના ઘટાડે ૨૪,૮૦૦નું લેવલ જાેવા મળ્યું હતુ, જે ડિસેમ્બર, ૨૦૨૦ બાદનું સૌથી નીચલું સ્તર છે. ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા એક સપ્તાહમાં ૭%ના ઘટાડા છતા નવા સપ્તાહે પણ ક્રિપ્ટોકિંગમાં મસમોટો કડાકો અને એ પણ સરેરાશ વોલ્યુમનની સામે નોંધપાત્ર ૨૫% વધારે વોલ્યુમ સાથે આવેલ આ કડાકો સૂચવે છે કે બિટકોઈન મંદીના ભરડામાં ફસાયેલો છે અને હવે તેના સેન્ટીમેન્ટ નબળા પડી રહ્યાં છે તેથી જ રોકાણકારો ગમે તે લેવલે વેચવાલી કરી રહ્યાં છે.
બિટકોઈનના કડાકા સાથે ક્રિપ્ટો બજારની માર્કેટ કેપિટલ પણ ૨૪ કલાકમાં ૮% ઘટીને ૧.૦૪ લાખ કરોડ ડોલર પર પહોંચી છે. બિટકોઈનનો હિસ્સો ક્રિપ્ટો બજારના કુલ માર્કેટ કેપમાં ૦.૫૦% ઘટીને ૪૭.૨૦% થયો છે.ss2kp