ડીએચએફએલમાં લગભગ ૧૫૦૦ કરોડના ફ્રોડનો નવો મામલો
મુંબઇ: આમ તો દીવાન હાઉસિંગ ફાઇનેંસ(ડીએચએફએલ)નું અધિગ્રહણ અજય પીરામલના પીરામલ સમૂહે કર્યું છે. પરંતુ ડીએચએફએથી જાેડાયેલ ફ્રોડના મામલા હજુ પણ ઓછા થઇ રહ્યાં છે.
હકીકત દીવાન હાઉસિંગ ફાઇનેસ લિમિટેડ તેમના પ્રશાસકે ૧,૪૨૪ કરોડ રૂપિયાથી વધુની છેંતરપીડીના સંબંધમાં રાષ્ટ્રીય કંપની વિધિ ન્યાયધિકરણ (એનસીએલટી) મુંબઇમાં વધારાનું સોગંદનામુ આપ્યું છે ડીએચએફએલના પ્રશાંસકે કંપનીના કામકાજની તપાસ માટે ગ્રાંટ થોર્નટનને નિયુકત કર્યા છે.
શેર બજારોને મોકલવામાં આવેલ માહિતીમાં કહેવામાં આવ્યું છે કે પ્રશાસકે લેવડદેવડ ઓડિયરથી શરૂઆતી રિપોર્ટ મળી ગયો છે જેથી માહિતી મળે છે કે કેટલીક દેવડદેવડનું મૂલ્ય ઓછું કરી દેવામાં આવ્યું છે આ લેવડદેવડ છેંતરપીડી વાળી પ્રતિત થાય છે.
ગત મહીને ડીએચએફએલ તરફથી બતાવવામાં આવ્યું હતું કે કંપનીમાં ૬,૧૮૨ કરોડ રૂપિયાની નકલી દેવડદેવડ થઇ છે. ડીએચએફએલ અનુસાર આ છેંતરપીડી ભરેલ લેવડદેવડની મૌદ્રિક પ્રભાવને લગભગ ૬,૧૮૨.૧૧ કરોડ રૂપિયા આંકવામાં આવી છે જેમાં ૨૧૦.૮૫ કરોડ રૂપિયા વ્યાજના રૂપમાં થયેલ નુકસાન પણ સામેલ છે.
એ યાદ રહે કે પીરામલ સમૂહે ડીએચએફએલનું અધિગ્રહણ કર્યું છે પીરામલ સમૂહના વડા અજય પીરામલ છે અજય પીરામલ મુકેશ અંબાણીના સમધી છે. અજયના પુત્ર આનંદના લગ્ન ઇશા અંબાણીથી થયા છે ઇશા મુકેશ અંબાણીની એકમાત્ર પુત્રી છે.