ડીએસપી દીકરીને ઇન્સપેક્ટર પિતાએ સેલ્યુટ કરી
તિરુપતિ, સામાન્ય રીતે દરેક બાળક તેના માતા પિતાના નામથી ઓળખાતું હોય છે. તેનાથી ઉલટું દ્રક માતા પિતાનું સ્વપ્ન હોય છે કે તેઓ પોતાના બાળકના નામે ઓળખાય. જેના માટે તેમના સંતાનો સિદ્ધિ મેળવીને કોઇક મુકામ ઉપર પહોંચે. અહીં જે તસવીર આપવામાં આવી છે, તે પણ કંઇક આવી જ છે. વર્તમાન સમયે સોશિયલ મીડિયા પર આ તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે. સાથે જ લોકોને ભાવુક પણ કરી રહી છે.
પહેલી નજરે આ તસવીર જોતા એવું લાગે કે એક પોલિસ અધિકારી તેના ઉપરી ધિકારીને સેલ્યુટ કરી રહ્યો છે. જ્યારે આ તસવીરની હકીકત કંઇક અલગ જ છે. તસવીરમાં છે તે બંને બાપ-દીકરી છે. આ તસવીર આંધ્રપ્રદેશની છે. જેમાં એક ઇન્સપેક્ટર પિતા પોતાની ડીએસપી દીકરીને સેલ્યુટ કરી રહ્યા છે. આ તસવીર આંધ્ર પ્રદેશ પોલીસ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવી છે. ત્યારબાદ તે વાયરલ બની છે.
આ સુંદર દ્રશ્ય આંધ્ર પ્રદેશ પોલીસના ફર્સ્ટ ડ્યુટી કાર્યક્રમ દરમિયાન જોવા મળ્યું છે. જ્યાં એક ઇન્સપક્ટર પિતાએ પોતાની ડીએસપી દીકરીને સેલ્યુટ કરી ત્યારે તેની છાતી ગર્વથી ફુલી ગઇ હતી. તે સમયે કેમેરામાં આ સુંદર દ્રશ્યને કેદ કરવામાં આવ્યું છે.
આ ફોટોને શેર કરીને આંધ્ર પ્રદેશ પોલીસે લખ્યું કે, વર્ષના પહેલા ડ્યુટી મીટ કાર્યક્રમે એક પરિવારને મેળવી દીધો. સર્કલ ઇન્સપેક્ટર શયામ સુંદર પોતાની દીકરી જેસી પ્રશંતીને સેલ્યુટ કરી રહ્યા છે. તેમની દીકરી ડેપ્યુટી સુપરીટેંડેંટ ઓફ પોલીસ છે. ખરેખર એક દપર્લભ ને ભાવુક કરતું દ્રશ્ય.