Western Times News

Gujarati News

ડીડીસી ચુંટણી સાતમાંથી પાંચ પૂર્વ મંત્રીએ બાજી મારી

જમ્મુ, જમ્મુ કાશ્મીરના જીલ્લા વિકાસ પરિષદ એટલે કે ડીડીસીની પહેલી ચુંટણીમાં જયાં ગુપકર ગઠબંધનને ૧૧૨ બેઠકો મળી છે ત્યાં ભાજપ ૭૩ બેઠકો પર જીત હાંસલ કરનારી એકલી સૌથી મોટી પાર્ટી બની છે. આ ચુંટણીમાં એવા અનેક દિગ્ગજે પણ પોતાની કિસ્મત અજમાઇ હતી જે પૂર્વમાં જમ્મુ કાશ્મીર રાજયની સરકારોમાં કે અનેકવાર ધારાસભ્ય ચુંટાઇ આવ્યા હતાં કે મંત્રી પદ પર રહી ચુકયા છે. રાજય ચુંટણી પ્રાધિકરણ તરફથી જારી કરવામાં આંકડા અનુસાર જમ્મુ કાશ્મીરની ડીડીસી ચુંટણીમાં સાત પૂર્વ મંત્રી મેદાનમાં ઉતર્યા હતાં જેમાંથી પાંચને જીત મળી અને ભાજપના બે નેતાઓને હારનો સામનો કરવો પડયો હતો.

પૂર્વ કાશ્મીરના બારામુલા જીલ્લામાં ઉરી તાલુકાથી ચુંટણી લડનાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી તાજ મોઇનુદ્દન ચુંટાઇ આવ્યા છે તેઓ અનેકવાર ધારાસભ્ય ચુંટાયા બાદ મંત્રી પદ પણ સંભાળી ચુકયા છે. પૂર્વ મંત્રી અબ્દુલ ગની જીતી ગયા છે તેઓ મહોર બેઠક પરથી ચુંટાઇ આવ્યા છે ગની ઉમર અબ્દુલ્લા સરકારમાં ધારાસભ્ય અને મંત્રી રહી ચુકયા છે. આ ઉપરાંત નેશનલ કોન્ફરન્સના નેતા જગજીવન લાલ ચુંટાઇ આવ્યા છે. પૂર્વ કોંગ્રેસ મંત્રી અને ગુર્જર નેતા એજાજ અહમદ ખાને ચુંટાઇ આવ્યા છે તે બે વાર ધારાસભ્ય રહી ચુકયા છે અને નેશનલ કોન્ફરન્સ કોંગ્રેસની સરકારમાં મંત્રી રહી ચુકયા છે. પૂર્વ મંત્રી શબ્બર અહમદ ખાન રજાૈરી જીલ્લાની મજાકોટ બેઠક પરથી ચુંટણી જીત્યા છે તે ઉમર અબ્દુલ્લાના નેતૃત્વવાળી એનસીપી કોંગ્રેસ સરકારમાં મંત્રી હતી.

દરમિયાન ભાજપના પૂર્વ મંત્રી શ્યામલાલ ચૌધરી અને શક્તિ પરિહારને જમ્મુ અને દોડા જીલ્લાાં હારનો સામનો કરવો પડયો હતો. ચૌધરી માત્ર ૧૧ મતોથી પરાજીત થયા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.