ડીલશેરે ફાઇનાન્સિંગના નવા રાઉન્ડમાં 165 મિલિયન ડોલર એકત્ર કર્યાં
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/01/dealshare-1024x512.jpg)
ડીલશેરે તેના રોકાણકારો ટાઇગર ગ્લોબલ, આલ્ફા વેવ ગ્લોબલ, ડ્રેગનિયર ઇન્વેસ્ટમેન્ટ્સ ગ્રૂપ, કોરા કેપિટલ અને યુનિલિવર વેન્ચર્સ પાસેથી તેના સિરિઝ ઇ ફંડિંગને પૂર્ણ કર્યાંની જાહેરાત કરી
બેંગાલુરુ, ત્રણ વર્ષ જૂના સોશિયલ ઇ-કોમર્સ સ્ટાર્ટ-અપ ડીલશેરે આજે જાહેરાત કરી છે કે તેણે તેના સિરિઝ ઇ ફંડ ઉભાં કરવાના પ્રથમ તબક્કામાં 165 મિલિયન યુએસ ડોલર એકત્ર કર્યાં છે. કંપનીએ તેના વર્તમાન રોકાણકારો ટાઇગલ ગ્લોબલ અને આલ્ફા વેવ ગ્લોબલ (ફાલ્કન એજ) તરફથી સતત પ્રતિબદ્ધતાઓની સાથે-સાથે ડ્રેગનિયર ઇન્વેસ્ટમેન્ટ્સ ગ્રૂપ, કોરા કેપિટલ અને યુનિલિવર વેન્ચર્સનું સ્વાગત કર્યું છે.
કંપની તેના ગ્રાહક અને આવકના આધારમાં મજબૂત વૃદ્ધિ સાધી રહી છે અને નજીકના સમયગાળામાં 1 અબજ યુએસ ડોલરની આવકોને હાંસલ કરશે તેવી અપેક્ષા રાખે છે. આ રાઉન્ડમાં એકત્રિત કરાયેલાં ભંડોળનો ઉફયોગ ટેક્નોલોજી અને ડેટા સાયન્સની સાથે-સાથે લોજીસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 10 ગણી વૃદ્ધિ અને ભૌગોલિક પહોંચ વધારવા માટે કરાશે. વધુમાં તે મોટી સંખ્યામાં ઓફલાઇન સ્ટોર ફ્રેન્ચાઇઝી નેટવર્ક પણ સ્થાપિત કરશે.
ડીલશેરે ગ્રાહકોની ખર્ચ કરવાની ક્ષમતાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતાં ભારતમાં હલચલ પેદા કરતું નવું રિટેઇલ મોડલ વિકસાવ્યું છે. તે ઉચ્ચ ગુણવત્તાયુક્ત, ઓછી કિંમત ધરાવતી આવશ્યક ચીજો પ્રદાન કરે છે, જે એક ગેમિફાઇડ, આનંદથી ભરપૂર અને વાઇરલિટી-સંચાલિત ખરીદીનો અનુભવ આપીને પ્રથમવારના ઇન્ટરનેટ વપરાશકર્તાઓ માટે ઓનલાઇન ખરીદીનો અનુભવ સરળ બનાવે છે.
નવા ફંડિંગ રાઉન્ડ અંગે પ્રતિક્રિયા આપતાં ડીલશેરના સ્થાપક અને સીઇઓ વિનિત રાવે કહ્યું હતું કે, “ડીલશેર ભારતમાં ઝડપી વૃદ્ધિ સાધતી ઇ-કોમર્સ કંપનીઓ પૈકીની એક છે. છેલ્લાં એક વર્ષમાં અમારી નફાકારકતામાં સુધારાની સાથે અમારી આવકો અને ગ્રાહકોના આધારમાં 13 ગણો વધારો થયો છે. 10 મિલિયનથી વધુ મજબૂત ગ્રાહકોના આધાર સાથે અમે 10 રાજ્યોમાં 100 શહેરોમાં અમારી ભૌગોલિક ઉપસ્થિતિ વિસ્તારી છે. અમારી કંપનીએ દેશભરમાં 5,000 લોકો માટે રોજગારની તકોનું સર્જન કર્યું છે.”
રાવે ઉમેર્યું હતું કે, “અમે અમારા ફ્લેગશીપ પ્રોગ્રામ ડીલશેર દોસ્ત અંતર્ગત 1,000થી વધુ કમ્યુનિટી લીડર્સનું નેટવર્ક તૈયાર કર્યું છે, જે કાર્યક્ષમ અને સ્કેલેબલ સપ્લાય ચેઇનને સક્ષમ બનાવે છે. અમે રાઉન્ડમાંથી પ્રાપ્ત કરેલાં ભંડોળનો ઉપયોગ ટેક્નોલોજી, સપ્લાય ચેઇનમાં સુધારો કરવા તેમજ દેશભરમાં અમારી ઉપસ્થિતિને વિસ્તારવા માટે કરીશું. આ ઉપરાંત અમે બેસ્ટ-ઇન-ક્લાસ ટેક્નોલોજી હસ્તગત કરવા અને મોટાપાયે બજાર ઉપર કેન્દ્રિત બ્રાન્ડ્સમાં રોકાણ કરીશું.”
ટાઇગર ગ્લોબલના પાર્ટનર ગ્રિફિન શ્રોડરે કહ્યું હતું કે, “ડીલશેર ઝડપી વૃદ્ધિ સાધી રહી છે અને તેણે ઇનોવેટિવ સોશિયલ કોમર્સ રણનીતિ ઉપર અમલ કરતી મજબૂત લીડરશીપ ટીમ સાથે ગ્રાહકોના પ્રભાવશાળી આધારની રચના કરી છે. ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં વિસ્તરણની સાથે ડીલશેર ભારતમાં ઇ-કોમર્સની નવી લહેરને બળ આપવા માટે સજ્જ છે.”
કંપનીની વિકાસગાથા અંગે પોતાનું વિઝન રજૂ કરતાં ડીલશેરના સ્થાપક અને ચીફ બિઝનેસ ઓફિસર સૌર્જયેન્દુ મેડ્ડાએ કહ્યું હતું કે, “અમે અમારા બિઝનેસમાં ઉંચી વૃદ્ધિ જોઇ રહ્યાં છીએ. આ વર્ષે અમે 20 રાજ્યોના 200થી વધુ શહેરોમાં અમારી ઉપસ્થિતિ વિસ્તારીશું
અને અમારા વાર્ષિક સરેરાશ આવકનો દર વધારીને 3 બિલિયન યુએસ ડોલર કરવાનો મહાત્વાકાંક્ષી લક્ષ્યાંક નિર્ધારિત કરી રહ્યાં છીએ તેમજ કાર્યકારી રીતે નફાકારક બનવાનો પણ ઉદ્દેશ્ય છે. અમે આગામી 12 મહિનાઓમાં લગભગ 50 મિલિયન નવા ગ્રાહકો ઉમેરવાનું પણ લક્ષ્ય ધરાવીએ છીએ.”
સૌર્જયેન્દુ મેડ્ડાએ ઉમેર્યું હતું કે, “અમારું મીશન ગ્રાહકોના વિશાળ આધાર માટે નીચી કિંમતે ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સની સુલભતા વધારવાનું છે. અમે કરિયાણા અને આવશ્યક ચીજો માટે 1000થી વધુ સ્મોલ એન્ડ મીડિયમ મેન્યુફેક્ચરર્સનું વિશિષ્ટ નેટવર્ક તૈયાર કર્યું છે, જેનાથી અમે અમારું મીશન સક્ષમ કરી શકીએ છીએ.
અમારા મોટાભાગના ગ્રાહકો અમારા કારણે પહેલીવાર ઇ-કોમર્સ ઉપર આવી રહ્યાં છે. અમે દેશમાં ઇ-કોમર્સ અપનાવવાનું નેતૃત્વ કરવાની સાથે-સાથે ‘આત્મનિર્ભર ભારત’ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરતાં આ દિશામાં કામ કરી રહ્યાં છીએ.”
ડીલશેર તેની કામગીરી હેઠળના 10 રાજ્યોમાં 100થી વધુ વેરહાઉસ ધરાવે છે અને આગામી 12 મહિનાઓમાં તેના વેરહાઉસિંગને હાલના 2 મિલિયન ચોરસફૂટથી વધારીને 20 મિલિયન ચોરસફૂટ કરવાની યોજના ધરાવે છે.
આલ્ફા વેવ ગ્લોબલના સહ-સંસ્થાપક અને પાર્ટનર નવરોઝ ડી. ઉદવાડિયાએ ઉમેર્યું હતું કે, અમે આ રાઉન્ડમાં રોકાણ કરતાં અને ડીલશેરને અમારો સપોર્ટ જાળવી રાખતા ખુશ છીએ. ડીલશેર ભારતના ટિયર 2 અને ટિયર 3 શહેરોના મૂલ્ય પ્રત્યે સજાગ મધ્યમવર્ગના તેના ગ્રાહકોને સારો મૂલ્ય પ્રસ્તાવ ડિલિવર કરે છે કે જેઓ સ્થાનિક અથવા પ્રાદેશિત પ્રોડક્ટ્સ ઇચ્છે છે.
વિનિત રાવ, સૌર્જયેન્દુ મેડ્ડા, સંકર બોરા અને રજત શિખર દ્વારા વર્ષ 2018માં સ્થાપાયેલા ડીલરશેર સ્પર્ધાત્મક કિંમતે તીવ્ર અને ક્યુરેટેડ વર્ગીકરણ પ્રદાન કરે છે અને તેણે બેસ્ટ-ઇન-ક્લાસ યુનિટ ઇકોનોમિક્સ માટે ઇનોવેટિવ કમ્યુનિટી લીડર સંચાલિત અલ્ટ્રા-લલો-કોસ્ટ ડિલિવરી કાર્યપદ્ધતિ તૈયાર કરી છે.
ડીલશેરે રિટેઇલ અને કન્ઝ્યુમર ટેક્નોલોજીમાં વિસ્તૃત અનુભવ ધરાવતા ટોચના ઇન્ડસ્ટ્રી લીડર્સની નિમણૂંક કરીને તેની સિનિયર લીડરશીપને મજબૂત કરી છે. એવેન્ડસ ટ્રાન્ઝેક્શન માટે એક્સક્લુઝિવ ફાઇનાન્સિયલ એડવાઇઝર હતું.