ડીસાથી બહુચરાજી ૪૧ મા પગપાળા સંધ માતાશેરીથી પ્રસ્થાન
ડીસા, દર વર્ષે ની જેમ આ વર્ષે અષાઢ સુદ ૧૨ ને શનિવાર તા ૧૩/૭/૨૦૧૯ ના રોજ સવારે માતાશેરી ખાતે આવેલ ” માં બહુચર ” ના મંદિરે થી આ ૪૧ મા પગપાળા સંધ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામા આવેલ
આ ૪૧ મા પગપાળા સંધ માતાશેરી થી નીકળી લેખરાજ ચાર રસ્તા થઈ વાડીરોડ ખાતે આવેલ માં અંબાજી ના મંદિરે દર્શન કરી મારવાડી મોચીવાસ, ઢેબર રોડ, સદર બજાર, જુની જેલ થઇ રામજી મંદિરે થી ગાંધીચોક પાસે આવેલ માં રૂપા ના મંદિરે મોટી સંખ્યામા હાજર રહી દશઁન કરી ત્યા આગળ લોકો તરફથી કેળા, ઠંડા પીણા, આઈસ્ક્રીમ વિગેરે ની સુંદર વ્યવસ્થા થી વહેચવામા આવેલ ત્યાંથી નીકળી મોટા પાંચ મહોલ્લામા આવેલ નારસુંગા વિરદાદાના મંદિરે દર્શન કરી મહા પ્રસાદ દરેકને આપવામા આવેલ આ પગપાળા સંધ નુ રસ્તાઓ ઉપર ઠેર ઠેર સ્વાગત ચા-નાસ્તો આપવામા આવતો હતો.
આ સંધ જુનાડીસા થઈ ને નવા મુકામે પુરી-શાક અને જંગરાલ ખાતે આવેલ સ્કુલ મા ભોજન પ્રસાદ લઈ રાત્રિ દરમિયાન આનંદ ના ગરબા ની રમઝટ બોલાઈ આ સંધ રાત્રે ત્યાં આગળ રોકાણ કરવામા આવેલ રવિવારે ૧૪/૭/૨૦૧૯ ના સવારે વહેલા નીકળી પાટણ ખાતે ૭:૦૦ વાગે પહોંચી ને ચા-નાસ્તો કરી પાટણ શહેર મા શોભાયાત્રા ફરીને લોકો તરફથી ઠેર ઠેર સ્વાગત કરવામા આવેલ ત્યાર બાદ પાટણ બપોરે ભોજન પ્રસાદ લઈ આ પગપાળા સંધ ગાયત્રી મંદિર ચાણસ્મા ખાતે રોકાણ કરવામા આવેલ ત્યાંથી વહેલી સવારે નીકળી તા ૧૫/૭/૨૦૧૯ ને સોમવારે મોઢેરા પહોંચી મોઢેશ્વરી માતા ના મંદિરે ભોજન પ્રસાદ લઈ રાત્રિ રોકાણ દરમિયાન આનંદ ના ગરબા ની રમઝટ જામી હતી ત્યાંથી વહેલી સવારે તા૧૬/૭/૨૦૧૯ ને મંગળવારે બહુચરાજી મુકામે પહોંચી ત્યા આગળ બહુચરાજી મુકામે આ સંધ ની શોભાયાત્રા ફરીને બહુચર માંતા ના મંદિરે જશે ત્યાર બાદ ભોજન પ્રસાદ આપવામા આવશે
આમ ડીસા થી બહુચરાજી ૪૧ મા પગપાળા સંધ માં ડીસાના મોદી સમાજ ના પ્રમુખ શ્રી ઈશ્વરલાલ કાનુડાવાલા, રસીકલાલ લીંબુવાળા, નટુભાઈ ચોખાવાળા પીપલ્સ બેન્ક ના ચેરમેન શ્રી શાંતિલાલ હેરુવાલા,અશોકભાઈ પંચીવાલા,સહયોગ બેન્ક ના ચેરમેન શ્રી મુકેશભાઈ પંચીવાલા અશોકભાઈ પાવાલા, દેવચંદભાઈ હેરુવાલા, વિનોદભાઈ હેરુવાલા તેમજ રસ-રોટલી સમિતિના યુવા કાર્યકરો, મોદી સમાજના યુવાનો ખડેપગે હાજર રહી આ પગપાળા સંધ માં સુંદર આયોજન તેમજ વ્યવસ્થા ગોઠવી ને સારી જહેમત ઉઠાવી શાંતિ થી આ પગપાળા ૪૧ માં સંધ પુણૅ કરવામા આવેલ આ સંધ મા લોકો મોટી સંખ્યામા જોડાઈ માં બહુચર માંતા ના દર્શન તેમજ ભોજન પ્રસાદ નો લાભ લીધો હતો ( વિનોદ બાંડીવાલા-ડીસા )