ડીસાના બુરાલ ગામમાં ખેતરમાં કામ કરતા યુવકનું વીજળી પડતા મોત

ડીસા, બનાસકાંઠા જિલ્લાના ડીસા તેમજ આસપાસના ગામમાં વહેરલી સવારથી સૌથી વધારે વરસાદ નોંધાયો હતો. ડીસા અને આજુબાજુના ગામમાં સતત વરસાદથી ઘણા ખેતરો પાણીમાં ગરકાવ થઈ હતા અને ખેડૂતોએ ઉભા પાકને ભારે નુકસાન થશે તેવી ફરિયાદ કરી હતી.
સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં છાંટા પડ્યા હતા તો ઉત્તર ગુજરાત હજી પણ પૂરતા વરસાદથી વંચિત છે. ત્યારે આવામાં ડીસા તાલુકાના બુરાલ ગામમાં વીજળી પડતા એક યુવકનું મોત થયું છે.
જણાવી દઈએ કે, ખેતરમાં કામ કરતા મજૂર પર વીજળી પડતા મોત નીપજ્યું હતું. બુરાલ ગામના જગમલભાઈ પટેલમાં મજૂર કામ કરતો હતો. ખેતરમાં આવેલી તમાકુની ફળીમાં વીજળી પડતા યુવકનું મોત નીપજ્યું છે.ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ડીસા, ક્વાંટમાં પાંચ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.
૪૦ તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ થયો હતો. સોમવારે બનાસકાંઠા, નર્મદા, છોટા ઉદેપુરમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. મહેસાણાના ખેરાલુમા વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. ખેરાલુ. વૃંદાવન ચોકડી , ડાવોલ, મુબારકપરા સહિત તાલુકાના તમામ વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે.