ડીસાના યુવકે સાબરમતી નદીમાં આપઘાત કરતાં કૉલેજના વિદ્યાર્થીઓનો હોબાળો
ડીસા, ડીસામાં ભારત નર્સિંગ કોલેજના વિદ્યાર્થીએ કરેલા આપઘાત મામલે આજે વિદ્યાર્થીઓએ કોલેજ બહાર હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો છે અને કોલેજના પ્રોફેસર અને પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવાની માંગ કરી રહ્યા છે.
મહત્વનું છે કે કોલેજના પ્રોફેસરના ટોર્ચરને લઈ વિદ્યાર્થીએ અમદાવાદ સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું. જે બાદ વિદ્યાર્થીઓને ન્યાય અપવવા માટે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા હોબોળો મચાવવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓએ બેનરો સાથે ભારે સુત્રોચ્ચાર કર્યો હતો પ્રોફેસર અને પ્રિન્સિપાલ સામે કોલેજના ટ્રસ્ટીઓે દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
મહત્વનું છે કે ભારત નર્સિંગ કોલેજના આપઘાતને પગલે કોલેજના પ્રોફેસર સામે માર મારવાના અને ટોર્ચર કરી કોલેજમાંથી કાઢી મુકવાના આક્ષેપો લાગી રહ્યા છે, વિદ્યાર્થીને કોલેજમાંથી કાઢી મુકવામાં આવતા વિદ્યાર્થીએ સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાના આક્ષેપ સાથે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. મહત્વનું છે કે વદ્યાર્થીઓના વિરોધ અને હોબાળાને પગલે કોલેજમાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જે બાદ કોલેજના ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીઓને સમજાવીને મામલે થાળે પાડ્યો હતો.HS