ડીસામાં મોડી રાત્રે બાઇક સ્લીપ થતાં બે યુવકનાં ઘટનાસ્થળે જ મોત
ડીસા: રાજ્યમાં દરરોજ અકસ્માતની અનેક ઘટના બનતી હોય છે, જેમાં લોકો જીવ પણ ગુમાવતા હોય છે. બનાસકાંઠા જિલ્લામાં બુધવારે રાત્રે થયેલા અકસ્માતમાં બે આશાસ્પદ યુવકોએ જીવ ગુમાવ્યા છે. બાઈક સ્લીપ થઈ જતાં બંને યુવકો નીચે પટકાયા હતા. જે બાદમાં તેમનું મૃત્યું થયું હતું. આ મામલે પોલીસે વધારે તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી પ્રમાણે ડીસા રસાણા કૉલેજ ખાતે મોડી રાત્રે અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં બાઇક લઈને જતાં બે યુવકો રોડ પર પટકાયા હતા. બાઇક સ્લીપ થતાં બંને નીચે પટકાયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને યુવકોનાં મૃત્યુ થયા હતા. બાઇક ચાલક બંને યુવકોના મોતથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
મૃતક યુવકોનાં નામ પ્રકશજી પાંચાજી ઠાકોર અને શુખાજી વિહાજી ઠાકોર (રહે. ખરડોસણ) છે. પોલીસે આ મામલે લાશનો કબજાે લઈને તેમને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યા છે. આ મામલે ડીસા તાલુકા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે બાઇક સ્લીપ થયા બાદ બંને યુવકો નીચે પટકાયા હતા. જેના પગલે બંનેને માથા સહિતના ભાગોમાં ગંભીર ઈજા પહોંચી હતી. આ ઉપરાંત ઘટના સ્થળે રોડ પર લોહીના ખાબોચીયા ભરાઈ ગયા હતા. ઘટનાની જાણ કરાતા ૧૦૮ પણ બનાવ સ્થળે પહોંચી હતી પરંતુ બંને યુવકનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા.