ડીસા અને આગથળા પાસેથી બે ડમ્પર રોયલ્ટી ચોરી કરતા રૂ ૫.૩૫ લાખ નો દંડ

ડીસા: બનાસકાંઠા ભૂસ્તર વિભાગ ની ટિમ આવનાર ખાનગી રાહે ચેકીંગ હાથ ધરીને ખનીજ ચોરી અટકાવવાના સતત પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા ભૂસ્તર અધિકારી સુભાષ જાેષી ના માર્ગદર્શન હેઠળ આજે વહેલી સવારે ભૂસ્તર વિભાગ ની ટિમ ખાનગી વાહન માં બેસી ચેકીંગ માટે નીકળેલ ત્યારે ડીસા આખોલ પાસે ડમ્પર નમ્બર ઇત્ન ૪૬ ય્છ ૩૦૮૭ ના ચાલક પાસે રોયલ્ટી પાસ માંગતા મળી આવેલ નહિ જેથી ખનીજ વિભાગની ટિમ ડમ્પર ને કબ્જે ડીસા પોલીસ મથકે લાવેલ જ્યારે વધુ તપાસ અર્થે થરાદ તરફ જતા આગથળા પાસે ડમ્પર ય્ત્ન ૦૮ રૂ ૯૧૯૧ ના ચાલક પાસે રોયલ્ટી પાસ માંગતા મળી આવેલ નહિ
જેથી ને ડમ્પર ને આગથળા પોલિસ મથકે મૂકી દંડ ની કાર્યવાહી હાથ ધરેલ.આમ એકજ દિવસ માં વહેલી સવારે બે ડમ્પર કબ્જે કરી રૂ ૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી રૂ ૫.૩૫ લાખના દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરતા ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.જાેકે ભૂસ્તર વિભાગ ની કડક કાર્યવાહી ને લઈને ખનીજ ચોરો માં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો અને ભુમાફિયાઓ ભુર્ગભ માં ઉતરી ગયા હતા..
ભૂસ્તર અધિકારી સુભાસ જાેષી એ જણાવ્યું હતું કે સરકારી ગાડી ની અવારનવાર ખનીજ ચોરો વોચ રાખતા હોવાના કારણે ખનીજ ચોરી જડપવામાં મુશ્કેલી પડતી હોય છે જેથી અમે અમારી ટિમ ને ખાનગી વાહન માં ચેકીંગ માં મોકલીએ છીએ અને આજે વહેલી સવારે ખાનગી વાહન માં ચેકીંગ માં નીકળી બે ડમ્પર ખનીજ ચોરી કરતા ઝડપી રૂ ૫.૩૫ લાખ નો દંડ ફટકાર્યો