ડીસા નગરપાલિકાના ભાજપના ૧૨ સભ્યોના હોદ્દા પરથી રાજીનામા
ડીસા, છેલ્લા કેટલાક સમયગાળાથી ભાજપનું નસીબ થોડું ધીમું ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. મહારાષ્ટ્રની ચૂંટણીમાં સત્તા હાથમાંથી ગઇ તો આ તરફ તાજેતરમાં દિલ્હી વિધાનસભામાં કેજરીવાલના જાદું સામે ભાજપ સત્તામાં આવી શક્યું નહીં ત્યારે હવે ગુજરાતના ડીસામાં ભાજપમાં ભંગાણની સ્થિતિ સર્જાઇ છે.
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાના ડીસામાં હાલ ભાજપ શાસિત નગરપાલિકા છે. ત્યારે આજરોજ નગરપાલિકાના ભાજપના ૧૨ સભ્યોના હોદ્દા પરથી રાજીનામા ધરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટના અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર, ડીસા નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયગાળાથી આંતરીક ગજગ્રહ ચાલી રહ્યો હતો. જો કે, પાલિકાના પ્રમુખના વિરોધમાં સભ્યોએ મોવડી મંડળને રજૂઆત કરી હતી તેમ છતાં ઉકેલ નહીં આવતા આજરોજ ન.પા. ભાજપના ચેરમેન સહિત ૧૨ સભ્યોએ ધડાધડ રાજીનામા ધરી દીધા હતા.
રાજીનામા આપનાર સભ્યોમાં ૧.મકનજુલાબેન કિરણભાઈ રાવલ…સમાજ કલ્યાણ ચેરમેન,૨.રમીલાબેન દિનેશભાઇ પ્રજાપતિ…ઇ એસ ટી ચેરમેન,૩…મણીબેન નાગજીભાઈ રાણા… સેનિટેશન..કમિટી ચેરમેન, ૪…ઉષાબેન ભદ્રેશભાઈ મેવાડા…ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન,૫…અતુલભાઈ મફતલાલ શાહ….બાંધકામ કમિટી ચેરમેન,૬…કંચનબા સુરેન્દ્રસિંહ રાજપુર…ભુરગભ ગટર કમિટી ચેરમેન,૭…જબુબેન દિનેશભાઇ રાજપૂત…શિક્ષણ કમિટી ચેરમેન,૮…નિલેશભાઈ હિંમતલાલ ઠક્કર…શાસક પક્ષ નેતા,૯..પલવીબેન કનુભાઈ જોશી…લીગલ કમિટી ચેરમેન,૧૦..અનિતાબેન વિજયભાઈ વાઘેલા…પાણીપૂરવઠા કમિટી સભ્ય,૧૧…પ્રવીણ ગોરધનજી માળી (પૂર્વ પ્રમુખ) દંડક અને ૧૨…રમેશભાઈ અમરાજી માજીરાના…પાણીપૂર્વઠા સમિતિ ચેરમેનનો સમાવેશ થાય છે.