ડીસીએમ શ્રીરામ ફાઉન્ડેશનને એનાં સ્વચ્છતાનાં પ્રોગ્રામ “શ્રીરામ સ્વચ્છાગ્રહ” માટે એવોર્ડ મળ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/06/DCM.jpg)
નવી દિલ્હી, 30 મે, 2019: ડીસીએમ શ્રીરામ લિમિટેડ દ્વારા સંચાલિત ડીસીએમ શ્રીરામ ફાઉન્ડેશને સ્વચ્છતાનાં ક્ષેત્રમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) હેઠળ સતત પ્રયાસો બદલ સ્વચ્છ સ્કૂલ એવોર્ડ મેળવ્યો છે. આ એવોર્ડ 3R વેસ્ટ ફાઉન્ડેશન દ્વારા એનાયત થયો હતો.
ડીસીએમ શ્રીરામ લિમિટેડ, કોટાએ ડીસીએમ શ્રીરામ ફાઉન્ડેશન હેઠળ ક્લીન સ્કૂલ સ્કીમ – “શ્રીરામ સ્વચ્છાગ્રહ” અંતર્ગત કોટા જિલ્લામાં 1072 સરકારી શાળાઓમાં સાફસફાઈ અને સ્વચ્છતાનું માળખું વિકસાવ્યું છે. આ પહેલનાં પ્રથમ તબક્કામાં ડીસીએમ શ્રીરામ ફાઉન્ડેશને લાડપુરા બ્લોક કે તાલુકામાં સ્થિત 150 શાળાઓમાં શૌચાલયોનું રિપેરિંગ કે રિનોવેશન હાથ ધર્યું હતું તથા એને ઔપચારિક રીતે જિલ્લા વહીવટીતંત્રને સુપરત કર્યા હતાં.
નવી દિલ્હીમાં 24 મે, 2019નાં રોજ નેધરલેન્ડની એમ્બેસીમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં ભારતમાં ડચ રાજદૂત હિઝ એક્સલન્સી માર્ટિન વાન ડેન બર્ગ તથા ભારત સરકારનાં ક્લિન ઇન્ડિયા મિશનનાં સંયુક્ત સચિવ અને મિશન ડાયરેક્ટર શ્રી વી કે જિંદાલનાં હસ્તે આ એવોર્ડ એનાયત થયાં હતાં. આ એવોર્ડ કંપનીનાં પ્રેસિડન્ટ અને બિઝનેસ હેડ (ફર્ટિલાઇઝર અને સિમેન્ટ) શ્રી વિનૂ મહેતાએ સ્વીકાર્યો હતો.
આ એવોર્ડ કંપનીની પ્રશંસા કરતાં લખવામાં આવ્યું છે કે, “ડીસીએમ શ્રીરામ ફાઉન્ડેશન પરિવર્તન લાવવા માટે વધારે કામગીરી કરવા સજ્જ છે. પોતાની સ્વચ્છાગ્રહ પહેલ અંતર્ગત ફાઉન્ડેશન રાજસ્થાનનાં કોટામાં 1072 સરકારી શાળાઓમાં બાળકોનાં જીવનમાં પરિવર્તન લાવવા શાળા ધોવાનાં અને સ્વચ્છતા જાળવવા માટે રાતદિવસ કાર્યરત છે. ફાઉન્ડેશને શાળાનાં બાળકો દ્વારા સમુદાયને સાફસફાઈ અને સ્વચ્છતા વિશે મજબૂત સંદેશ આપ્યો છે. આ ક્ષેત્રમાં કટિબદ્ધતાનું ઊંચું સ્તર અને વ્યવહારિક અભિગમ તમને સ્કૂલ-લેડ ટોટલ સેનિટેશન (એસએલટીએસ)નાં ક્ષેત્રમાં જવાબદાર અને પ્રતિબદ્ધ સહભાગી બનાવે છે.”