ડી માર્ટ, ફાલ્ગુની ગૃહઉધોગને તોલમાપ ખાતાએ દંડ ફટકાર્યો
અમદાવાદ, શિવરંજની ચાર રસ્તા નજીક ડી.માર્ટ મોલ વસ્ત્રાપુર સ્થિત ફાલ્ગુની ગૃહ ઉધોગને પેકેજ કોમોડિટીઝ રૂલ્સના ભંગ બદલ તોલમાપ ખાતા દ્વારા દંડ કરવામાં આવ્યો છે. તોલમાપ વિભાગ દ્વારા ડીમાર્ટને રૂ.૯૦ હજાર જયારે ફાલ્ગુની ગૃહ ઉધોગને રૂા.૧.૦પ લાખનો દંડ કરાયો છે.
રાષ્ટ્રીય કન્ઝયુમર પ્રોટેકશન એજન્સીને ચેરમેન જશવંતસિંહ વાઘેલાએ તોલમાપ વિભાગ સમક્ષ ફરીયાદ કરી હતી. જેના અનુસંધાને ડી માર્ટ મોલનાએરીયા મેનેજર અને ડાયરેકટર તથા એવન્યુ સુપર માર્કેટને પેકેજ કોમોડીટીઝ રૂલ્સ અને લીગલ મેટ્રોલોજી એકટના ભંગ બદલ રૂા.૯૦ હજારનો દંડ કરાયો હતો.
જયારે ફાલ્ગુની ગૃહ ઉધોગના માલીકોને પણ રૂા.૧પ હજાર પ્રમાણે રૂા.૯૦ હજારનો દંડ કરાયો હતો. જેમાં ફાલ્ગુની ગૃહ ઉધોગને રૂા.૪પ હજાર અને ત્યાં વેચાતા અન્ય ટ્રેડર્સના ગુના ભંગ માટે રૂા.૪પ હજારનો દંડ કરાયો હતો.