Western Times News

Gujarati News

ડુંગરડા ગામના વાંસકામ સાથે સંકળાયેલા શ્રમિકોને અનાજ કીટ વિગેરેનું વિતરણ કરાયું

(ડાંગ માહિતી ) આહવાઃ પાટનગર ગાંધીનગરની સેવાભાવી સંસ્થા ‘આત્મન ફાઉન્ડેશન’ દ્વારા તાજેતરમા, ડાંગ જિલ્લાના ડુંગરડા ગામના વાંસકામ સાથે સંકળાયેલા શ્રમિકોને અનાજ કીટ વિગેરેનુ પ્રસાદ વિતરણ કરાયુ હતુ.

ગાંધીનગરની વિવિધ સેવાકાર્યો કરતી સંસ્થા ‘આત્મન ફાઉન્ડેશન’ દ્વારા જુદા જુદા વિસ્તારના જરૂરિયાતમંદ વડીલો તથા શ્રમિકોને ‘હૂંફનો હાથ, સ્નેહનો સાદ’ ના ભાવ સાથે અનાજ, કપડા, સ્લીપર/ચપ્પલ, નાસ્તો વિગેરેનુ નિયમિત રીતે વિતરણ કરવામા આવે છે.

આ સેવકાર્યના ભાગરૂપે ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ડુંગરડા, અને આસપાસના વાંસકામ કરી જીવન ગુજારતા શ્રમિક વડીલો, ભાઈ/બહેનોને અનાજની કીટ, કપડા, સ્લીપર, ચપ્પલ, નાસ્તો વિગેરેનુ, એમના ફળિયે ફળિયે ફરીને પ્રસાદ રૂપે વિતરણ કરવામા આવ્યુ હતુ.

બાળકોને પેન્સિલ, રબર વિગેરેનો સેટ, નાસ્તો અને સ્લીપર આપવામા આવ્યા હતા. એ શ્રમિક પરિવારો સાથે આત્મીય ભાવે વાતો કરી એમના જીવન, કામ અંગે જાણકારી પણ મેળવવામા આવી હતી. જવા, આવવાના લગભગ ૮૦૦ થી વધુ કિલોમીટરની સફર ખેડી, આત્મનના સહયોગીઓ ત્યા પહોંચ્યા હતા.

આ સેવા કાર્યમા માનુશ્રી દિલીપભાઈ પટેલ, ડૉ. બીનાબેન પટેલ, અનિરુદ્ધભાઈ, પ્રજ્ઞાબેન પટેલ, કિશોરભાઈ પટેલ, અને તુલજારામ મહેશ્વરી જાેડાયા હતા. નિરમા યુનિવર્સિટીમા ફાઈન આર્ટસ ફેકલ્ટીમા અભ્યાસ કરતી વિદ્યાર્થિની માનુશ્રી, થોડા સમય પહેલા જ, અભ્યાસ પ્રવાસ નિમિત્તે ડાંગના આ વિસ્તારમા આવી હતી

તે વેળા તેણી વાંસકામ કરતા શ્રમિકોની સ્થિતિ જાેઈ ભાવુક બની ગઈ હતી. એને વિચાર આવ્યો કે એમને કઈ રીતે મદદરૂપ બની શકાય. એણે આત્મન સંસ્થાના પ્રજ્ઞાબેનને વાત કરી, અને આ વિતરણ કાર્ય માનુશ્રીના પિતા દિલીપભાઈ પટેલના સહયોગ તથા આત્મનના ઉપક્રમે ગોઠવાયુ હતુ. આ અગાઉ આત્મન દ્વારા શૂલપાણિ ઝાડી, ખારાઘોડા, સાંતલપુર, માણસા આસપાસના ગામના વડીલોને આવા પ્રસાદનુ વિતરણ કરવામા આવ્યુ ચૂક્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.