ડુંગરપુરના રામમંદિર પરિસરમાં ખોદકામ કરતા હનુમાનજીની મૂર્તિ નીકળી
ડુંગરપુર જિલ્લાના સાબેલા બાયપાસ રોડ પર અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારંભના અવસર પર સમગ્ર રાજસ્થાન રામમય થઈ ગયું
નવી દિલ્હી, ડુંગરપુર જિલ્લાના સાબેલા બાયપાસ રોડ પર આવેલા શ્રી રામમંદિર પરિસરમાં ખોદકામ દરમ્યાન ભગવાન બજરંગ બલીની મૂર્તિ નીકળવાથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. સલૂંબર જિલ્લાના જાવદ રહેવાસી યુવકના કહેવા પર મંદિર પરિસરમાં ખોદકામ કરવામાં આવ્યું હતું. તેમનો દાવો હતો કે, આ જમીનની અંદર મૂર્તિ દટાયેલી હોવાનું સપનું આવ્યું હતું. જેસીબી દ્વારા ખોદકામ કરવામાં આવતા અંદરથી બજરંગબલીની મૂર્તિ નીકળી હતી,
આ દરમ્યાન લોકોએ જયકારા પણ લગાવ્યા હતા. હકીકતમાં જોઈએ તો, નવાડેરા ગામમાં સોમવારે સવારે શ્રી રામ ઉત્સવ અંતર્ગત શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યાર બાદ ત્યાં સલૂંબર જિલ્લાના રહેવાસી યુવક લક્ષ્મણ પહોંચ્યો અને તેણે શ્રદ્ધાળુઓને કહ્યું કે, તેને ભગવાન રામે ત્રણ વાર સપનામાં આવીને કહ્યું હતું કે, મંદિર પરિસરમાં ભગવાન હનુમાનની મૂર્તિ દટાયેલી છે. પહેલા તો લોકોને યુવકની વાત પર વિશ્વાસ ન આવ્યો,
પણ જ્યારે લક્ષ્મણ પોતાની વાત પર ભાર આપતો રહ્યો તો, શ્રદ્ધાળુઓે જેસીબી મગાવ્યું. જેસીબી મશીન ઘટનાસ્થળ પર આવ્યું અને મંદિર પરિસરમાં ખોદકામ શરુ કર્યું. જેવું ત્રણથી પાંચ ફુટનું ખોદકામ કર્યું તો, અંદરથી હનુમાનજીની મૂર્તિ નીકળી. ત્યાર બાદ શ્રદ્ધાળુઓમાં હર્ષની લાગણી ફેલાઈ. મૂર્તિને બહાર કાઢવામાં આવી. જાણકારી મળતા પોલીસ પણ ઘટનાસ્થળે આવી. હનુમાનજીની મૂર્તિના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ. શ્રદ્ધાળુઓએ બજરંગબલીના જયકારા કર્યા. આ મામલે જિલ્લા પ્રશાસનને પણ જાણકારી આપી છે.