Western Times News

Gujarati News

ડુંગરપુરની સીમમાં બે કરોડના દારૂનો નાશ કરાયો

(પ્રતિનિધિ) માણાવદર, જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંઘ પવાર તથા જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ભૂતકાળના સમયમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુનાઓમાં કબજે કરવામાં આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મુદ્દામાલ, જે ઘણા સમયથી પેન્ડિંગ હોય,

તેના નાશ કરવા અંગેના નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી અને નાશ કરી, નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવેલ હતી.

જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા કરવામાં આવેલ સૂચના આધારે જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એમ.ગોહિલ, સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.જે. ગઢવી દ્વારા નામદાર કોર્ટમાંથી વિદેશી દારૂના નાશ કરવા અંગેના હુકમો મેળવી,

આજરોજ આશરે બે કરોડની કિંમતના વિદેશી દારુનો રોલર ફેરવી અને નાશ કરવામાં આવેલ હતો. વિદેશી દારૂનો નાશ કરવાની આ કાર્યવાહી જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, એસડીએમ શ્રી બી.બી.કેશવાલા, મામલતદાર તન્વી ત્રિવેદી તથા નશાબંધી અધિક્ષક જાડેજા,

જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એમ.ગોહિલ, સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.જે. ગઢવી તથા સ્ટાફની હાજરીમાં કરવામાં આવેલ હતી. વિદેશી દારૂનો નાશ કરવાની આ કાર્યવાહીમાં તાલુકા પોલીસ સ્ટેશનના કુલ ૭૬ ગુન્હાની વિદેશી દારૂની બોટલો નંગ ૩૭૪૭૮ કિંમત રૂ. ૧,૪૬,૬૦,૯૦૦/- તેમજ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના કુલ ૧૨૩ ગુન્હાની વિદેશી દારૂ બોટલો નંગ ૧૩૭૧૦ કિંમત રૂ. ૫૦,૮૧,૪૬૦/- ના

મુદ્દામાલનું રોલર ફેરવી અને બીલખા રોડ ઉપર ડુંગરપુર ગામની સીમમાં આવેલ સરકારી ખરાબાની જમીનમાં ખાતે નાશ કરવામાં આવેલ હતો. નાશ કરવામાં આવેલ દારૂ સને ૨૦૨૦ થી આજદિન સુધીમાં છેલ્લા બે વર્ષમાં પકડાયેલ વિદેશી દારૂના ૧૯૯ ગુનાનો આશરે બે કરોડ રૂપિયાનો મુદ્દામાલ હતો…_


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.