ડુંગરી ગ્રામપંચાયતની હાલત જજૅરીત સિમેન્ટ ના પોપડા ઉખડવા લાગ્યા
(તસ્વીરઃ- કમલેશ નાયી, નેત્રામલી)
(પ્રતિનિધિ) નેત્રામલી, ઇડર તાલુકાની ડુંગરી ગ્રામપંચાયત ની હાલત જજૅરીત થતાં છત ઉપરના સીમેન્ટ ના પોપળા પંચાયતના રૂમની અંદર તેમજ બહારના ભાગે નીકળતા લોખંડ ના સળિયા પણ દેખાવા લાગ્યા છે. સિમેન્ટ ના પોપળા પડતા લોકોમાં અકસ્માત ની ભીતિ સેવાઈ રહી છે. આ બાબતે તાલુકા કક્ષાએ અને જીલ્લા કક્ષાએ સરપંચ દ્વારા અગાઉ રજુઆત કરવામાં આવી છે છતાં પણ તેના નવિનીકરણ માટે વહીવટી તંત્ર દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવે છે.વરસાદી પાણીના ભેજ થી દફ્તર પણ ભીંજાય ગયા છે. સરકાર ની સ્માર્ટ વિલેજ ની જાહેરાત પોકળ સાબિત થઈ રહી છે તેનું ઉદાહરણ ડુંગરી ગ્રામપંચાયત નમૂના રૂપ છે.આજુબાજુના ગામોની પંચાયત ના મકાનોનું નવિનીકરણ કરી દેવામાં આવ્યું છે પણ ડુંગરી પંચાયત તરફ ઓરમાયું વર્તન થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. શૌચાલય મુક્ત ગુજરાત માં આ પંચાયત ધર શૌચાલય વિહોણું છે. દિવાલો ઉપર ખૂબ જ મોટી સંખ્યામાં તિરાડો પડી જવા પામી છે અને ધાસ પણ ઉગી જવા પામ્યું છ.સાવ ખંડેર હાલતમાં પડેલા પંચાયત ધરની દરખાસ્ત વહીવટી તંત્ર દ્વારા સત્વરે મંજૂર કરી નવિનીકરણ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.*