ડુંગળીના ભાવમાં ઉછાળો જથ્થાબંધ માર્કેટમાં ર૦ કિલોના રૂ.૧૦૦૦
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ગરીબોની ગણાતી કસ્તુરી હવે ખરા અર્થમાં કસ્તુરી બનીને લોકોની આંખમાં ખરેખર હવે આંસુ પડાવતી ડુંગળીના ભાવો આસમાને આંબી ગયા છે. જે ડુંગળીના ભાવ આજથી સપ્તાહ પહેલાં ર૦ કિલોના રૂ.૩પ૦ હતા તે આજે જથ્થાબંધ માર્કેેટમાં ભાવ રૂ.૮૦૦ થી ૧૦૦૦ સુધી પહોંચી ગયા છે!! જથ્થાબંધ માર્કેેટના વેપારીઓનું માનવું છે કે દિવાળી સુધીમાં હજુ પણ ભાવ વધશે.
સુરતના જથ્થાબંધ માર્કેેટમાં આજથી એક સપ્તાહ પહેલાં ર૦ કિલોના રૂ.૪૦૦ની આસપાસ હતા
તેના આજે રૂ.૮પ૦ થી રૂ.૧૦૦૦ સુધી થયા છે. તેમના જણાવ્યા અનુસાર ર૦૧પમાં ડુંગળીનો ભાવ ૧ કિલોના રૂ.૧૦૦ થયા હતા સમગ્ર ગુજરાતમાં ડુંગળીના ભાવમાં ઉછાળો આવ્યો હોવાનું જાણવા મળે છે. વડોદરાના બજારમાં ડુગળીના ભાવ ૧ કિલોના રૂ.૬૦ અને લસણના કિલોના રૂ.ર૦૦ બોય છે. જ્યારે રાજકોટમાં પણ ડુંંગળીના ૧ કિલોના રૂ.પ૦થી રૂ.૬૦ની વચ્ચે છે.
વેપારીઓનું કહેવું છે કે આજે ડુંગળી આયાત કરવા માંગ વધી છે. ઉપરાંત ગુજરાતમાં પડેલા વરસાદને કારણે રસ્તાઓ ખરાબ થઈ જતાં વાહન વ્યવહારમા્ પણ અડચણો ઉભી થતાં ટ્રકો દ્વારા આવતા જથ્થામાં ં પણ ભારે ઘટ આવી રહી છે. જેને કારણે ડુંગળીના તથા અન્ય શાકભાજીના ભાવમાં ઉછાળો આવ્યો છે. તો ઘણા ગ્રાહકોનું કહેવું છે કે વેપારીઓએ ડંગળીનો કરેલ સંગ્રહ કૃત્રિમ અછત ઉભી કરી ડુગળીના ભાવોમાં ઉછાળો આવ્યો છે.