Western Times News

Gujarati News

ડુંગળીના ભાવમાં પ્રતિકિલોએ ૨ રૂપિયાની સહાય સરકાર આપશે

પ્રતિકાત્મક

ગાંધીનગર, ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા ફરી એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ડુંગળી પકવતા ખેડૂતોને હાલ મોટું નુકસાન થઈ રહ્યું છે, જેણા કારણે રાજ્ય સરકારે મોટી સહાય આપી છે.

રાજ્ય સરકાર દ્વારા ડુંગળી પકવતા ખેડૂતો માટે ૧ એપ્રિલે અથવા તેના પહેલા ડુંગળી વેચી હશે તેને પ્રતિ કિલો ૨ રૂપિયા સહાય આપવાનો ર્નિણય કર્યો છે. એટલે એવું કહી શકાય કે ડુંગળીના ભાવમાં પ્રતિકિલોએ ૨ રૂપિયાની સહાય સરકાર આપશે. આ સાથે જ ડુંગળી પકવતા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા કુલ ૧૩૦ કરોડ રૂપિયાની સહાય આપવાનો ર્નિણય કર્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતો માટે હાલ મહત્વનો ર્નિણય કરાયો છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આવેલ એ.પી.એમ.સીમાં ડુંગળી વેચનારા ખેડૂતોને પ્રતિ કિલોએ રૂ.૨ની આર્થિક સહાય આપવાનો ર્નિણય કર્યો છે.

કૃષિ મંત્રી રાધવજીભાઇ પટેલે જણાવ્યું છે કે તેણા માટે કુલ રૂ.૧૦૦ કરોડની માતબર રકમ ફાળવાઇ છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આવેલ એ.પી.એમ.સીમાં ડુંગળી વેચનારા ખેડૂતોને ખેડૂત દીઠ મહત્તમ ૨૫,૦૦૦ કિલોના વેચાણ સુધી મહત્તમ રૂ.૫૦,૦૦૦ની સહાય ચૂકવશે.

આ સાથે જ ચણાના ટેકાના ભાવ માટે પણ ર્નિણય કર્યો છે. કેન્દ્ર સરકારની માર્ગ દર્શન લઈ ૪ .૫૯ લાખ મેટ્રિક ટનથી વધુ ટેકાના ભાવે ચાની ખરીદી થશે. રાજ્યના ફંડમાંથી આશારે ૧૩૦ કરોડના મૂલ્યના ૨૫ હજાર મેટ્રિક ટન ચણાની ટેકાના ભાવ ખરીદશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.