ડુંગળીના ભાવ તળીયે :મોડાસામાં ડુંગળી લેવા પડાપડી, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ થોડા દિવસો અગાઉ કિલોએ ૬૦ થી ૮૦ રૂપિયાએ આંબી જતા ધીરે ધીરે થાળી માંથી ગાયબ થઇ ગઈ હતી પરંતુ છેલ્લા એક સપ્તાહમાં ડુંગળીના ભાવ ગગડીને તળિયે પહોંચી જતાં ખેડૂતો ને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે.
હાલ લીલી અને સૂકી ડુંગળીના ભાવ ગગડતા કિલોએ ૫ થી ૧૦ રૂપિયામાં પર પહોંચતા ખેડૂતોની હાલત દયનિય બની છે ત્યારે મોડાસા શહેરમાં શાકભાજી માર્કેટમાં સસ્તી ડુંગળી લેવા વેપારીઓએ અને ફેરિયાઓએ પડાપડી કરતો વિડીયો સોશ્યલ મીડિયામાં ભારે વાયરલ થયો છે ખેડૂત પાસેથી ૧૦ રૂપિયે ખરીદેલ ડુંગળી હજુ પણ મોડાસામાં ૪૦ રૂપિયા કિલો વેચાણ કરી ગ્રાહકો પાસેથી ઉઘાડી લૂંટ કરી રહ્યા છે
અરવલ્લીના મોડાસામાં ડુંગળી લેવા માટે લોકોએ પડાપડી કરી હતી. મોડાસાના શાકભાજી માર્કેટમાં ડુંગળી ઓછા ભાવમાં મળતા પડાપડીના દ્રશ્યો સર્જાયા હતા. માત્ર ૧૦ રૂપિયા કિલો ભાવે ડુંગળી વેચાતા લોકોએ ડુંગળી ખરીદવા પડાપડી કરી હતી. ડુંગળી લેવા પડાપડી કરતા હોવાના દ્રશ્યો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ડુંગળીના ભાવોમાં ધરખમ ઘટાડો થતા લોકોએ ડુંગળી લેવા દોડ્યા હતા. મોડાસામાં ડુંગળી લેવા પડાપડી કરતો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે