ડુંગળીમાં કિંમતો ઘટી : હવે તહેવારો ઉપર રડાવશે નહીં
નવીદિલ્હી : ગયા મહિનામાં કિંમતોમાં બે ગણો વધારો થયા બાદ ડુંગળીના હોલસેલ કિંમતોમાં નરમીનો દોર શરૂ થઇ ચુક્યો છે. કારોબારીઓને અંદાજ છે કે, ડુંગળીની કિંમતોમાં હવે કોઇ વધારો થશે નહીં. મોંઘવારીની વચ્ચે આશરે ૫૦ હજાર ટન સ્ટોક ખોલનાર નેશનલ એગ્રિકલ્ચર કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશને પણ હવે બજારમાં ઉતારવામાં આવી રહેલા ડુંગળીના પ્રમાણ અથવા જથ્થાની સમીક્ષા કરી છે.
દેશમાં સૌથી મોટી મંડી તરીકે ઓળખાતી આઝાદપુરમાં ડુંગળી ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં ૩૫ રૂપિયા પ્રતિ કિલોની સરેરાશ કિંમત સુધી પહોંચી ગયો હતો અને ૩૦ રૂપિયા પર સ્થિર થયો હતો. હાલના દિવસોમાં છુટક કિંમતો દરેક ગ્રેડમાં ૩થી પાંચ રૂપિયા સુધી ઘટી ગઈ છે. જાણકાર નિષ્ણાતોનું કહેવું છે કે, હાલમાં ઉંચી ગુણવત્તામાં ડુંગળીની કિંમત ૨૫ રૂપિયા સુધી થઇ ગઇ છે.
સપ્લાયમાં કોઇ તંગીના સંકેત દેખાઈ રહ્યા નથી. જ્યાં સુધી વરસાદ ખતમ થવાની વાત છે. હજુ થોડાક સમય સુધી વરસાદ જારી રહી શકે છે. નાસિક અને બીજા દક્ષિણી રાજ્યોમાંથી સપ્લાય ઘટી જવાની આશંકા દૂર થઇ ચુકી છે. આગામી એક સપ્તાહમાં કર્ણાટકમાંથી ડુંગળીનો નવો જથ્થો પણ આવી શકે છે. આઝાદપુરમાં ડુંગળી ત્રણ ગ્રેડમાં ૧૫ રૂપિયાથી લઇને ૨૫ રૂપિયા સુધી કારોબારમાં છે. અલબત્ત રિટેલમાં આની કિંમત ૪૦ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
નેશનલ એગ્રિકલ્ચર કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન વિરેન્દ્રસિંહે કહ્યું છે કે, કિંમતો હાલમાં સ્થિર થયેલી છે. માર્કેટ ટ્રેન્ડને જાતા આનુ મુલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. નાસિક સ્ટોકમાં હવે ગણતરી કરવામાં આવી રહી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, આઝાદપુરમાં દરરોજ સરેરાશ ૧૫૦૦ ટન ડુંગળીનું વેચાણ કરવામાં આવે છે. જા સપ્લાય આનાથી ઘટશે તો કિંમતોમાં વધારો થશે.