ડુંગળી 180 રૂપિયે કિલો !
નવી દિલ્હી, ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. ડુંગળીના ભાવ વધતા થાળીમાંથી ગાયબ થઇ છે. સરકાર પણ ડુંગળીના ભાવ કન્ટ્રોલ કરવામાં નિષ્ફળ ગઇ છે. ડુંગળીના ભાવ વધતા સરકારનું કહેવું છે કે, દોઢ મહિના બાદ 21 હજાર ટન ડુંગળી દેશમા આવી જશે. ત્યાર બાદ જ ડુંગળીના ભાવ નિયંત્રણમાં આવશે. ઉલ્લખનીય છે કે, છેલ્લા બે મહિનાથી દેશમા ડુંગળીની કિંમતો આસમાને છે. જેને કાબુમા કરવા માટે સરકાર સદંતર નિષ્ફળ રહિ છે.
આશ્ચર્યની વાત તો એ છે કે, દેશના દક્ષિણના ભાગના તમિલનાડુ રાજ્યમા સારી ગુણવત્તાવાળી ડુંગળીની કિંમત 180 રૂપીયા કિલો થઇ ગઇ છે. તેમજ બીજી તરફ ઓછી ગુણવત્તાવાળી ડુંગળીની કિંમત 120 રૂપીયા પ્રતિ કિલોથી પણ વધી છે. જ્યારે દેશની રાજધાની અને તેના આસપાસના વિસ્તારોમા ડુંગળીની કિંમત 80 રૂપીયા પ્રતિ કિલોથી 130 રૂપીયા કિલો પહોંચી ગઇ છે. ખાદ્ય તેમજ સાર્વજનિક વિતરણ મંત્રાલયે જણાવ્યુ કે, વિદેશ વ્યાપારની સૌથી મોટી કંપની એમએમટીસીમા 4000 ટન ડુંગળી તુર્કિથી આયાત કરવામા આશે. આ ડુંગળી જાન્યુઆરીના વચગાળાના સમયમા આવી જશે. સરકારે તુર્કિ 11,000 અને ઇજિપ્ત કંપનીઓમાંથી 6090 ટન ડુંગળી મગાવવાનો પ્રબંધ કરી લીધો છે.
એમએમટીએસ દ્રારા બહાર પાડેલા ત્રણ ટેન્ડરમા એક 5000 ટન ડુંગળીનું ગ્લોબલ ટેન્ડર છે, એટલે કે કોઇ પણ દેશમાથી 5000 ટન ડુંગળી મગાવી શકાશે. જ્યારે તુર્કીમાથી 5000 ટન અને યૂરોપીય સંઘ પાસેથી 5000 ટન ડુંગળી મગાવવાનું ટેન્ડર બહાર પાડ્યુ છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે 1.2 લાખ ટન ડુંગળીની આયાત કરવાનું નક્કી કર્યુ છે. નવા ટેન્ડરમા ડુંગળીની સાઇઝને લઇને પણ છૂટ આપવામા આવી છે, જેમા ડુંગળીની સાઇઝ 40 એમએમથી 80 એમએમ રાખવામા આવી છે, એના સિવાય ફ્યૂમિગેશનની સ્થિતિમા પણ છૂટ અપાય, પહેલા 30 નવેમ્બર સુધીમા અને હવે વધારીને 31 ડિસેમ્બર કરવામા આવી છે.
સરકારએ સમન્વય સમિતિઓને ખાસ ડુંગળીની આયાત અને વિતરણની પૂરી પ્રક્રિયા પર નજર રાખશે તેમજ બધા રાજ્યોમા સમય પર ડુંગળી પહોંચે તેનું ધ્યાન પણ રાખશએ. સમિતિ દરરોજ એમએમટીસી, નેફેડ, ભારતીય કંટેનર નિગમ લિમિટેડ(કોનકોર) અને બીજા સંબંધિત મંત્રાલયો અને વિભાગોના અધિકારીઓ સાથે બેઠક કરશે. સરકાર ઘરેલું સ્તરે ઉત્પાદકિય રાજ્યોમાથી ડુંગળી ખરીદિને સમગ્ર દેશમા ડુંગળીની અછતનવાળા રાજ્યોને તેના પ્રમાણે ડુંગળી પૂરી પાડશે.