ડુઘરવાડા હાઇસ્કુલમાં શુભેચ્છા સમારોહ યોજાયો
માહોલ: મોડાસા નજીક શ્રી ડુઘરવાડા કેળવણી મંડળ સંચાલિત શ્રી આર એસ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ઉ.મા.વિદ્યાલય તથા શ્રીમતિ એમ.કે.કડકિયા વિદ્યાલય ડુઘરવાડા હાઇસ્કુલમાં ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજવામાં આવેલ હતો
જેમાં અરવલ્લી જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન તથા માલપુર બાયડ વિધાનસભાના ધારાસભ્ય જશુભાઈ પટેલ તથા ગુજરાત માધ્યમિક શિક્ષણ સમિતિના સભ્ય ભાનુભાઈ પટેલ તથા કેળવણી મંડળના પ્રમુખ સંજયભાઈ પટેલ મંત્રી અમૃતભાઇ પટેલ તથા કારોબારી સભ્યો તથા આચાર્ય ચેતનભાઇ તથા શાળા પરીવાર તથા ગામમાં થી પધારેલા વડીલો યુવાનો એ શુભકામના સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. શાળામાં એસ.એસ.સી બોર્ડનુ પરીક્ષા કેન્દ્ર મંજૂર થતાં વિદ્યાથીઁઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને દિનેશભાઇ પટેલ તરફથી તમામ વિદ્યાર્થીઓને અલ્પાહાર આપવામાં આવ્યો હતો અને અંતે શાળા પરીવાર દ્વારા સૌ મહેમાનોનો આભાર માન્યો હતો