Western Times News

Gujarati News

ડુધરવાડા ગામમાં સ્નેહમિલન સમારોહ તથા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

મોડાસા, મોડાસા તાલુકાના ડુધરવાડા ગામમાં સ્નેહમિલન સમારોહ તથા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં
ગામમાં થી પાટીદાર સમાજના વડીલો યુવાનો બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા…

સ્નેહમિલન સમારોહ માં નવનિયુક્ત શ્રી મોડાસીયા વીસ ગામ કડવા પાટીદાર સમાજ ના પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કરતા સમાજ ના પ્રસંગો માં થતા બિનજરૂરી ખર્ચ તથા કુરિવાજો બંધ કરવા  સંકલ્પ કરવો તથા સમૂહ લગ્ન માં જોડાવા અપીલ કરી હતી જે સમાજ હિત ની વાત સૌએ વધાવી લીધી હતી.

પાટીદાર સમાજ ની સર્વોચ્ચ સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા ધાર્મિક સામાજિક યોજનાઓ તથા વિકાસ ની ફલશ્રુતિ રજૂ કરી હતી… ગામ ના વડીલ અને નિવૃત્ત શિક્ષક શ્રી અંબાલાલ પટેલ દ્વારા મા-દિકરી બેટી બચાવો બેટી પઢાઓ તથા સ્ત્રીભુણ હત્યા વિશે સામાજિક પ્રવચન કર્યું હતું…

સવારનું ભોજન સ્વ. કોદરભાઇ કાળાભાઈ પટેલ હ.તરલીકાબેન કેશવભાઈ પટેલ તથા સાંજનું ભોજન સ્વ.રસિકભાઇ કોદરભાઇ પટેલ હ.કુસુમબેન રસિકભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું…

ઇનામ વિતરણ ધો.૧૦ થી ઉપર ની તમામ ફેકલ્ટી ને ધ્યાન શૈલેષભાઇ કાન્તિભાઈ પટેલ તથા MBBS માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને હરેશભાઈ અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું… પ્રોગ્રામ નું એન્કરીંગ રજનીભાઇ પટેલ અને આભાર વિધિ ચેતનભાઈ પટેલે કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.