ડુરાન્ડ લાઈન પર પાક.ને ફેન્સિંગ નહીં કરવા દેવાય: તાલિબાન

કાબુલ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સીમા પર વાડ બનાવવાને લઈને તણખા ઝરી રહ્યા છે. અફઘાનિસ્તામાં તાલિબાનના શાસનનુ સમર્થન કરનાર પાકિસ્તાન પહેલો દેશ હતો પણ હવે તાલિબાન જ પાકિસ્તાનને આંખો દેખાડી રહ્યુ છે.
અફઘાનિસ્તાને કહ્યુ છે કે, ડુરાન્ડ લાઈન એટલે કે બોર્ડર પર પાકિસ્તાનને કોઈ પણ સંજાેગોમાં ફેન્સિંગ કરવા દેવામાં નહીં આવે.
તાલિબાનના કમાન્ડરે કહ્યુ હતુ કે, અમે કોઈ પણ પ્રકારની ફેન્સિંગની પરવાનગી નહીં આપે.
પાકિસ્તાને પહેલા જે પણ કર્યુ હતુ તે પછી હવે આગળ તેમને આ માટે પરવાનગી નહીં અપાય.કોઈ ફેન્સિંગ નહીં થાય.
આ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કહ્યુ હતુ કે, આ વિવાદને શાંતિપૂર્ણ રીતે હલ કરી દેવામાં આવશે અને એ પછી તાલિબાન કમાન્ડરે ઉપરોક્ત નિવેદન આપ્યુ છે.
કુરેશીએ કહ્યુ હતુ કે, કેટલાક ઉપદ્રવી તત્વો આ મુદ્દાને વગર કારણે ચગાવી રહ્યા છે. દરમિયાન પાકિસ્તાને ફેન્સિંગનુ ૯૦ ટકા કામ પુરુ કરી દીધુ છે.
અફઘાનિસ્તાનનુ કહેવુ છે કે, અંગ્રેજાેએ નક્કી કરેલી આ સરહદે બંને તરફ સેંકડો પરિવારોને વહેંચી દીધા છે.પાકિસ્તાન હવે તેના પર જાેર શોરથી કામ કરી રહ્યુ છે.SSS