ડેઈઝી શાહ ‘ગુજરાત 11’ ફિલ્મમાં ફૂટબોલ કોચના પાત્રમાં
ફિલ્મ રિવ્યુ : ડેઈઝી શાહ ‘ગુજરાત 11’થી ગુજરાતી ફિલ્મમાં ડેબ્યુ કર્યુ
ડેઈઝી શાહ ‘ગુજરાત 11’થી ગુજરાતી ફિલ્મમાં ડેબ્યુ કરી . ડેઝી શાહને તેને પોતાની માતૃભાષા એટલે કે ગુજરાતી ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા પુરી થઇ છે. આ ફિલ્મમાં તે ફૂટબોલ કોચના પાત્રમાં જોવા મળી. ડેઝી શાહ અને પ્રતિક ગાંધી અભિનીત એક ગુજરાતી તદ્દન નવા કોરાકટ્ટ વિષય પર ફિલ્મ રીલીઝ થઈ ચૂકી છે, ડેઝીની એન્ટ્રી આપણને થોડીવાર માટે મરદાનગીની વાળી રાની મુખર્જીની યાદ અપાવી દે,
કોઈ વધારાના રોમાન્સનો ટચ વગર, પોતાના કામ પ્રતેય સંપૂર્ણ સમર્પિત અને વધારાના નખરાં કે મરીમસાલા સિવાય ઓડિયન્સ ને હૉલ સુધી ખેંચી લાવે અને સાહજિકતાથી જકડી રાખે તેવું બધુ જ આ ફિલ્મમાં જોવા મળશે. બાકી જયંતભાઈ એ જે મહેનત કરી છે તેમના દિર્ગદર્શનમાં તેની ખૂબ જ તારીફ થાય એમ છે. યશ શાહ હરેશ પટેલ ,એમ.એસ.જોલી, જયંત ગિલાતરના નિર્માતા થકી કોઈ કસર રહી નથી.
“કલાક ભલે પોણો હોય, પણ એ પૂરતો છે, “ , “તમે ભલે એક બીજા ને અલગ અલગ નામથી ઓળખો પણ સામેની ટીમને તો એક જ નામ યાદ છે કે તેઓ એ (ગુજરાત ૧૧) ને હરાવ્યું છે” જેવી શિખામણ આપી જાય તેવી ઘણી બધી મોટીવેશનલ બાબત, સુરતી, મહેસાણી અને રાજકોટની ભાષાની આગવી ઓળખ ફિલ્મને રસપ્રદ બનાવે છે, લગાન, ચક દે ઈન્ડિયા કે ગોલ જેવી ફિલ્મોનો ટચ ગુજરાતી ફિલ્મોમાં માણવામાં મજા આવે તેવું ઘણું બધુ છે, સુધાર ગૃહની ટિમનું ટીમવર્ક ખૂબ જ સરસ અને બાળકોને મોબાઈલથી દૂર કરી મેદાનની રમત પ્રત્યે વાળતી ફિલ્મ અને કવિન દવેની ઊંઝાની ભાષાએ ફિલ્મોમાં પોતાનો ઝંડો ઠોકી દીધો (મી. પંચાલની ભાષા માં ) .