ડેઝી શાહ ગુજરાત-ઇલેવન ફિલ્મને લઇ આશાવાદી છે
મુંબઇ, ગુજરાતી ફિલ્મ ગુજરાત ઇલેવન સાથે ઢોલીવુડમાં એન્ટ્રી કરી ચુકેલી ડેઝી શાહ હવે કેટલીક ગુજરાતી ફિલ્મોને લઇને પણ ઉત્સુક છે. તેનું કહેવું છે કે, તે જયંત ગિલાટરના નિર્દેશન હેઠળ બનેલી ફિલ્મને લઇને ખુબ ઉત્સુક છે. આ ફિલ્મમાં કામ કરીને તે ગર્વ અનુભવ કરી રહી છે. કારણ કે, આ તેની માતૃભાષાની ફિલ્મ છે. જુદા જુદા સ્તર પર ચાહકો સાથે આ ફિલ્મ તમામને કનેક્ટ કરે છે. દરેક વખતે ફિલ્મમાં તે ગુજરાતી પાત્રની ભૂમિકા ભજવી રહી છે.
તમામ લોકો જાણે છે કે, બોલીવુડ કેરિયરની પ્રથમ ફિલ્મ જય હોમાં પણ તે ગુજરાતી યુવતીની ભૂમિકામાં નજરે પડી હતી. હવે ગુજરાતી ફિલ્મમાં જ કામ કરવા જઈ રહી છે. ફિલ્મની પટકથાના સંદર્ભમાં વાત કરતા ડેઝી શાહે કહ્યું હતું કે, ગુજરાતમાં રહેતા લોકો માટે ફિલ્મને લઇને ઉત્સુકતા વધારે રહેશે. તે આ ફિલ્મમાં ફુટબોલ રમતી, બાળકોને કોચિંગ આપતી, ગરબા રમતી અને ઘણી બધી અન્ય બાબતોમાં નજરે પડશે.
જયંતના નિર્દેશન હેઠળની આ ફિલ્મ ખુબ મહત્વપૂર્ણ રહેશે. ફિલ્મમાં તે ફુટબોલર તરીકેની ભૂમિકામાં રહેશે પરંતુ વાસ્તવિક લાઇફમાં તે ક્યારે પણ તે ફુટબોલ રમી નથી. ફિલ્મના શૂટિંગ પહેલા અઢી મહિના પહેલા ટ્રેનિંગ લીધી હતી. કોચ સાથે શૂટિંગ કરતા પહેલા વિશેષ ટ્રેનિંગ લેવામાં આવી હતી. પ્રતિક ગાંધી અને કેવિન દવેની પણ મહત્વની ભૂમિકા છે. તેનું કહેવું છે કે, જયંતની સાથે કામ કરવાની બાબત દરેક કલાકાર માટે એક મોટી સિદ્ધી તરીકે છે. દરેક ફિલ્મની પટકથા શાનદારરીતે લખવામાં આવે છે. નોન ગ્લેમરસ પાત્રની ભૂમિકામાં તે નજરે પડનાર છે જે પણ એક રોચક બાબત છે.