ડેટમાં રિયાએ પતિએ ૧૦ વર્ષ પૂર્વે આપેલો ડ્રેસ પહેર્યો
મુંબઈ, બોલિવુડ એક્ટર અનિલ કપૂરની નાની દીકરી અને સોનમ કપૂરની બહેન રિયા હાલ પતિ કરણ બૂલાની સાથે માલદીવ્સમાં હનીમૂન માટે ગઈ છે. રિયાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પતિ સાથેની ડેટ નાઈટની ઝલક બતાવી હતી. આ તસવીરમાં રિયાએ કરણ બૂલાની ૧૦ વર્ષ પહેલા તેને આપેલી ગિફ્ટ બતાવી હતી.
રિયાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોતાની એક તસવીર શેર કરી હતી. બ્લેક રંગના ઓફ શોલ્ડર ડ્રેસમાં રિયા ખૂબસૂરત લાગતી હતી. કાનમાં મોટી ઈયરિંગ્સ અને નેકલેસ તેની સુંદરતામાં ઓર વધારો કરી રહ્યા હતા. રિયાએ આ તસવીર શેર કરતાં લખ્યું, “નાઈટ ડેટ પર પહેલા કપડાં. આ પહેલી ગિફ્ટ છે જે કરણ બૂલાનીએ મને ૧૦ વર્ષ પહેલા ગોવાની ટ્રીપ વખતે આપી હતી.
ઉલ્લેખનીય છે કે, રિયાએ પોતાના લોંગટાઈમ બોયફ્રેન્ડ કરણ બૂલાની સાથે ૧૪ ઓગસ્ટે લગ્ન કર્યા હતા. રિયા અને કરણના લગ્ન અનિલ કપૂરના મુંબઈ સ્થિત ઘરે યોજાયા હતા. આ લગ્ન માત્ર અંગત પરિવારજનો અને મિત્રોની હાજરીમાં સંપન્ન થયા હતા. લગ્ન બાદ રિસેપ્શન પાર્ટી રાખવામાં આવી હતી તેમાં પણ બોલિવુડના ગણ્યાંગાંઠ્યા લોકોને આમંત્રણ અપાયું હતું. કરણ અને રિયાની પહેલી મુલાકાત ફિલ્મ ‘આયશા’ના મેકિંગ વખતે થઈ હતી.
રિયા અને કરણની એકસાથે આ પહેલી ફિલ્મ હતી. ફિલ્મમાં કરણે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું. રિયા અને કરણે લાંબા સમય સુધી પોતાની રિલેશનશીપ દુનિયાથી છુપાવીને રાખી હતી. લગ્નના એકાદ-બે વર્ષ પહેલા જ કપલ રિલેશનશીપમાં હોવાની વાત સામે આવી હતી. રિયા અને કરણે એકબીજાને ૧૨ વર્ષ સુધી ડેટ કર્યા બાદ લગ્ન કર્યા છે. આ મહિનાની શરૂઆતમાં જ રિયા પતિ કરણ સાથે હનીમૂન માટે માલદીવ્સ પહોંચી હતી.
રિયાએ થોડા દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મરૂન રંગની બિકીની પહેરેલી તસવીર પણ શેર કરી હતી. આ ફોટો શેર કરતાં રિયાએ લખ્યું હતું, “બાળકોને નાનીના ઘરે મૂકવામાં આવ્યા છે.” વર્કફ્રંટની વાત કરીએ તો રિયાએ ‘ખૂબસૂરત’ અને ‘વીરે દી વેડિંગ’ જેવી ફિલ્મો કો-પ્રોડ્યુસ કરી છે.SSS