ડેટા ચોરી કરી ૧૨ લાખની ઠગાઈ, સાયબર ક્રાઇમે તબીબની ધરપકડ કરી
અમદાવાદ, અમદાવાદનાં વસ્ત્રાપુરમાં આવેલી ડૉક્ટર ડીટોક્ષ ક્લિનિકના ડેટાની ચોરી કરી તે ડેટા ગ્રાહકોને બારોબાર દવાઓનું વેચાણ કરી છેતરપીંડી કરનાર યુવતીઓની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. તેમની પુછપરછ કરતા સામે આવ્યું કે આરોપી આરોપી પ્રિયંકા પંત ક્લિનીકમાં મેનેજર તરીકે અને દિવ્યા ગોહિલ ક્લાયન્ટ મેનેજર તરીકે બે વર્ષ સુધી કામ કરતા હતા.
બન્ને યુવતીઓએ નોકરીનાં સમયગાળા દરમિયાન જ પ્લાન બનાવી તમામ ગ્રાહકોનો ડેટા મેળવ્યો હતો. અને સોશિયલ મીડિયામાં જાહેરાતો મૂકી ડૉ. ડીટોક્ષ ક્લિનીકનાં ભાવ કરતા અડધા ભાવે ગ્રાહકોને ડાયેટ પ્લાન અને દવાઓ આપી પૈસા ચાઉં કરી ગઈ હતી. બન્ને આરોપીઓએ કંપની સાથે ૧૨ લાખ ૫૦ હજારનુ નુકસાન કરી ઠગાઈ આચરી હોવાનું ખુલ્યું છે.
મહત્વનુ છે કે આરોપી પ્રિયંકા અને દિવ્યાએ બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે અને પ્રિયંકા યોગા ટીચરની તાલીમ લઈને ન્યૂટ્રીશીયનનો ઓનલાઈન કોર્સ કરી રહી હતી જ્યારે દિવ્યા એલ.એલ બીનો અભ્યાસ કરી રહી હોવાનુ ખુલ્યુ છે.