ડેટા ટેરિફ વધતા નેટફ્લિક્સ સામે પણ ઘણા નવા પડકારો
નવી દિલ્હી, નેટફ્લિક્સ અને તેની હરીફ કંપનીઓ હવે ભારતમાં કિંમતોને લઇને મુશ્કેલીનો સામનો કરી રહી છે. કારણ કે, મોબાઇલ ફોન ઉપર વિડિયો નિહાળનાર લોકોની સંખ્યામાં ઉલ્લેખનીયરીતે વધારો થઇ રહ્યો છે જેથી ખર્ચમાં પણ જંગી વધારો થઇ રહ્યો છે. આના પરિણામ સ્વરુપે નેટફ્લિક્સ અને તેની હરીફ કંપનીઓની બોલબાલા દિન પ્રતિદિન ઘટી રહી છે. વૈશ્વિક સ્તર પર માર્કેટમાં તેજી આવવાના સંકેત દેખાઈ રહ્યા નથી.
હાલમાં જ દેશમાં ત્રણ મોટી વાયરલેસ કેરિયર દ્વારા ડેટામાં જંગી વધારો કરવામાં આવ્યો છે. ડેટા ટેરિફમાં આ ત્રણ વાયરલેસ કંપનીઓ દ્વારા આ મહિનામાં ૪૧ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યા બાદ કેટલાક કસ્ટમરો મુશ્કેલીમાં મુકાયા છે. જેના પરિણામ સ્વરુપે ફોન ઉપર ડેટાનો ઉપયોગ ઘટાડી રહ્યા છે. મનોરંજન સાથે જાડાયેલી સર્વિસ જેમ કે, નેટફ્લિક્સ, એપલની ટીવી સર્વિસનો ઉપયોગ ઓછો કરી રહ્યા છે. એપલની ટીવી સર્વિસ ગયા મહિનામાં જ માર્કેટમાં આવી ચુકી છે. સ્થાનિક સ્પર્ધકો સાથે તેની સ્પર્ધા પણ દેખાઈ રહી છે.
ભારતમાં સસ્તા બ્રોડબેન્ડ, પહેલાથી જ સ્થાપિત ફિલ્મ કલ્ચર અને અંગ્રેજી બોલનાર લોકોની સંખ્યા વધારે હોવાના પરિણામ સ્વરુપે ભારત મોટા માર્કેટ તરીકે ઉભર્યું છે. આના ભાગરુપે જ નેટÂફ્લક્સ નેટમાં ૧૦૦ મિલિયન ગ્રાહકો સાથે ટાર્ગેટ ધરાવે છે. આ વર્ષે તેના બેઝમાં ૨૫ ટકાનો વધારો થયો છે પરંતુ ડેટા ખર્ચમાં થઇ રહેલા વધારાના લીધે હવે મોટાભાગના કસ્ટમરો કન્ટેઇન્ટ માટે વધારે નાણાં ચુકવવા માટે તૈયાર નથી. એપલ અને એમેઝોન જેવી કંપનીઓ માર્કેટમાં મજબૂતિ સાથે આગળ આવવા માટે તૈયાર છે. આવી સ્થિતિમાં નેટફ્લિક્સની મુશ્કેલી વધી રહી છે.