ડેટિંગ એપ પર મિત્રતા કરવાનું રૂપિયા ૫.૯૦ લાખમાં પડ્યું

આનંદનગરના યુવકને પોલીસે ગણતરીના કલાકોમાં જ બનાવટી પોલીસવાળાને ઝડપી લીધો છે, જો કે, રૂપિયા રિકવર થયા કે નહીં તે જાણી શકાયું નથી
અમદાવાદ,
આનંદનગર ખાતે પીજીમાં રહી પ્રાઇવેટ નોકરી કરતા યુવકને ડેટિંગ એપ્લિકેશન પર મિત્રતા કરવી ૫.૯૦ લાખમાં પડી હતી. બનાવટી પોલીસવાળાએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા. તેની માગ વધતાં યુવકે આનંદનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ બનાવટી પોલીસવાળાને ઝડપી લીધો છે. જો કે, રૂપિયા રિકવર થયા કે નહીં તે જાણી શકાયું નથી.મૂળ સુરતનો પરંતુ અમદાવાદ આનંદનગર સ્થિત આનંદ ફ્લેટ નજીક બાજીગર સોસયટીના પીજીમાં રહીને પ્રાઇવેટ નોકરી કરતા ધ્›તેન પટેલે ડેટિંગ એપ્લિકેશન પર મિત્રો શોધવાનું શરૂ કર્યું હતું.
તેની ફરિયાદ મુજબ ૨૪મી માર્ચે તેને એપ્લિકેશન પર એક મેસેજ આવ્યો હતો. મેસેજ કરનારે તેને મળવા બોલાવ્યો હતો. ધ્‰તેન તેને મળવા ગયો ત્યારે યુવકે તેની પાસે પોતાની માતા બીમાર હોવાનું કહી ૧૦ હજારની મદદ માગી હતી. ધ્›તેને રૂપિયા ન હોવાનું જણાવતા યુવક તેને પોતાના ઘરે લઇ જવાનું કહી રિક્ષામાં જુહાપુરા તરફ લઇ ગયો હતો. જ્યાં ધ્›તેન પેલા યુવક સાથે તેના ઘરે જઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં પોલીસ જેવા લાગતા ઇસમે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી ધ્›તેન અને તેની સાથે જઇ રહેલા યુવકને તમે લોખંડની ચોરી કરવા આવ્યા છો તેમ કહી ધમકાવ્યા હતા. તેણે કોલ કરતાં પોલીસ જેવો લાગતો અન્ય ઇસમ પણ ત્યાં આવી પહોંચ્યો હતો. તેણે પોતાની ઓળખ વેજલપુરના પોલીસર્કમી અજય રાઠોડ તરીકે આપી હતી.
બન્ને પોલીસવાળાએ તેમને ધમકાવી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા. ધ્›તેન પાસેથી દોઢ લાખ રૂપિયા ફોન પેમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. અજય રાઠોડ અને તેના સાગરીતે ૮મી મે સુધી ધ્›તેન પાસેથી રૂ. ૫.૯૦ લાખ પડાવી લીધા હતા તેમ છતાં માગણી ચાલુ રાખતાં ધ્›તેને આનંદનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઇન્સ્પેક્ટર બ્રિજેશ ભારાઇએ તેની તપાસ શરૂ કરાવી બનાવટી પોલીસકર્મી અજય રાઠોડને ઝડપી લીધો છે. તેનું અસલી નામ ઇલીયાસ રહીમ શેખ (ઉ.વ. ૪૪, રહે. અનવર પાર્ક, બરફની ફેક્ટરી, જૂહાપુરા) હોવાનું જાણી શકાયું છે. તેના સાથીદારનું નામ મુસ્તાક ચૌહાણ હોવાનું જાણી શકાયું છે જે પકડાયો નથી.SS1