ડેડિયાપાડાના બુટલેગર વિદેશી દારૂનો જથ્થો ડિલિવરી કરતા ઉમલ્લા ગામેથી ઝડપાયો
ભરૂચ : ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસે બાતમીના આધારે ઉમલ્લા ગામમાં ડેડિયાપાડાથી વિદેશી દારૂનો જથ્થો ડિલિવરી આપવા આવેલ બે ઈસમોને ઝડપી લીધા છે અને તેમની પાસે થી અને ઉમલ્લા ના બુટલેગર પાસે થી મળી કુલ ૩૮૪ નંગ વિદેશી દારૂની બોટલો જેની કિંમત ૩૮,૪૦૦ તથા ઈકો ગાડી, મોબાઈલ મળી કુલ રૂપિયા ૧,૮૯,૯૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી ડેડિયાપાડાના બંને બુટલેગરોને ઝડપી લઈ ત્રણ વિરૃદ્ધ ગુનો નોંધ્યો છે.
ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસને બાતમી મળી હતી કે ગામના ખડકી ફળિયામાં એક ઇકો ગાડીમાંથી વિદેશી દારૂ ખાલી કરે છે.પોલીસે ખડકી ફળિયામાં છાપો મારવા જતી વેળા ઈકો ગાડી સામે મળી હતી જેને ઉભી રાખી તપાસતા તેમાંથી ૧૪૪ નંગ વિદેશી દારૂની મળી આવી હતી.ઝડપાયેલ ડેડિયાપાડાના બુટલેગર ચન્દ્રસિંગ કુંવરજી વસાવા અને આશિષ સુભાષ દેશમુખને વધુ પૂછતાછ કરતા તેને જણાવ્યું હતું કે ખડકી ફળિયામાં રહેતા કલ્પેશ રમેશ વસાવાને વિદેશી દારૂનો જથ્થો આપ્યો છે.પોલીસે ખડકી ફળિયામાં કલ્પેશને ત્યાં છાપો મારતા જૂની અડારીમાં ખાડો કરી મીણીયા કોથળા દાટેલા મળી આવ્યા હતા
જેમાં ૨૪૦ નંગ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.ઉમલ્લા પોલીસે ઈકો ગાડી માંથી અને ખડકી ફળિયા માંથી મળી કુલ ૩૮૪ નંગ વિદેશી દારૂની બોટલો જેની કિંમત ૩૮,૪૦૦ તથા મોબાઈલ,ઈકો ગાડી મળી ૧,૮૯,૯૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ડેડિયાપાડાના બે બુટલેગર (૧) ચન્દ્રસિંગ કુંવરજી વસાવા (૨) આશિષ સુભાસભાઈ દેશમુખ બંને રહેવાસી સૂકા આંબા ડેડીયાપાડા (૩) કલ્પેશ રમેશ વસાવા ખડકી ફળિયું ઉમલ્લા વિરૃદ્ધ ગુનો દાખલ કરી કલ્પેશ રમેશની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે